Home /News /kutchh-saurastra /

ludhiana blast જેવી ઘટના સરહદીય કચ્છમાં રોકવા કોર્ટ પરિસર કેટલું સજ્જ? કેવી છે સુરક્ષાની સુવિધા?

ludhiana blast જેવી ઘટના સરહદીય કચ્છમાં રોકવા કોર્ટ પરિસર કેટલું સજ્જ? કેવી છે સુરક્ષાની સુવિધા?

ભુજ

ભુજ કોર્ટ

પંજાબ તેમજ દિલ્હીની કોર્ટમાં અનેક વખત આવા વિસ્ફોટ તેમજ ગોળીબારીના પ્રકરણ બન્યા છે પણ દેશના છેવાડાના ગુજરાત રાજ્ય ના કચ્છ જિલ્લાની મુખ્ય કોર્ટ કોમ્પલેક્ષ હજુ પણ સુરક્ષાની દૃષ્ટિએ ક્યાંક પાછળ પડે છે.

    kutch news:ગઈકાલે ગુરુવારે લુધિયાણાની કોર્ટમાં ભયાનક બોમ્બ વિસ્ફોટમાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે કે અનેક લોકો ઘાયલ થયા હતા. પંજાબ તેમજ દિલ્હીની કોર્ટમાં અનેક વખત આવા વિસ્ફોટ તેમજ ગોળીબારીના પ્રકરણ બન્યા છે પણ દેશના છેવાડાના ગુજરાત રાજ્ય ના કચ્છ જિલ્લાની મુખ્ય કોર્ટ કોમ્પલેક્ષ હજુ પણ સુરક્ષાની દૃષ્ટિએ ક્યાંક પાછળ પડે છે.

    કચ્છના મુખ્યમથક ભુજમાં આવેલ મુખ્ય કોર્ટ કોમ્પલેક્ષમાં અનેક નાની મોટી કોર્ટ આવેલી છે જેથી સમગ્ર દિવસ આ કોમ્પલેક્ષમાં લોકોની ખૂબ અવર જવર રહે છે. આંતરાષ્ટ્રીય સરહદ પરના જિલ્લાની મુખ્ય કોર્ટમાં અનેક વખત આંતરાષ્ટ્રીય આરોપીઓ તેમજ રાજ્યના મોટા ગુનેગારોને રજૂ કરવામાં પણ આવે છે છતાં સુરક્ષાની દૃષ્ટિએ આ કોર્ટ કોમ્પલેક્ષમાં કોઈ વિશેષ પગલાં લેવામાં આવતા નથી.

    કોર્ટના દરેક મેજિસ્ટ્રેટ સાથે એક હથિયારધારી પોલીસકર્મી ઉપરાંત કોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર એક પોલીસકર્મી તૈનાત રહે છે. આ સિવાય કોર્ટ પરિસરમાં તેમજ કોર્ટની બહાર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી બે ટ્રાફિક વોર્ડન પણ ઊભા રાખવામાં આવ્યા છે અને કોર્ટના મુદ્દામાલ કક્ષની રખવાળી માટે અલગથી પોલીસકર્મી દિવસ રાત તૈનાત રહે છે. અંદાજે નવ જેટલા પોલીસકર્મીઓ આ કોર્ટ કચેરીમાં વિવિધ ફરજ પર હાજર રહે છે પણ જ્યારે કોર્ટમાં પ્રવેશ કરવાની વાત આવે તો કોઈ પ્રકારની સુરક્ષા તપાસ અહીં થતી નથી.

    કોર્ટમાં પ્રવેશ કરનાર વ્યક્તિઓ વગર કોઈ તપાસની પોતાના સામાન સાથે આરામથી પ્રવેશ કરી શકે છે. પ્રવેશ દ્વાર પર મેટલ ડિટેક્ટરની પણ સુવિધા ઉપલબ્ધ નથી જેનાથી કોઈ હેરકાયદેસર હથિયાર અથવા વિસ્ફોટક પદાર્થ અંદર લઈ જતા અટકાવી શકાય. કોર્ટ કોમ્પલેક્ષ સમગ્ર રીતે સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ છે પણ કોઈ અણબનાવ ટાળવા માટેની સુરક્ષા વ્યવસ્થા આ પરિસરમાં નબળી છે. જો કે ક્યારેય પણ મોટા ગુનેગારો અથવા કોઈ વી.આઇ.પી. કોર્ટની મુલાકાતે આવવાનો હોય છે ત્યારે આ પરિસરમાં પોલીસ ખાતાને જાણ કરી સુરક્ષામાં વધારો કરે છે અને અનેક વખતે આ પરિસરને પોલીસ છાવણીમાં પણ ફેરવવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે સરહદી જિલ્લો ક્ચ્છ અનેક આંતરાષ્ટ્રીય સ્તર પર થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ભારતનો પ્રવેશ દ્વારા બન્યો છે અને સંરક્ષણ દળોના સાહસ તેમજ સજ્જતાના કારણે અનેક પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઇ છે. હાલમાં પણ જખૌ પાસેથી 77 કિલોગ્રામ હેરોઇન સાથે પકડાયેલ 6 પાકિસ્તાની નાગરિકોમાંથી એક સાજીત વાઘેર, પાકિસ્તાની ડ્રગ ડીલર હાજી હસનનો પુત્ર હોવાનો સામે આવ્યું છે. આવા અનેક આરોપીઓ જ્યારે કચ્છની આ કોર્ટમાં રજુ કરવામાં આવતા હોય ત્યારે આ કોર્ટ પરિસરની સુરક્ષામાં કોઈ પ્રકારની કચાસ રાખી શકાય નહીં.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Kutch news

    આગામી સમાચાર