Home /News /kutchh-saurastra /

કચ્છ: આંતરરાષ્ટ્રીય સરહદે ભૂકંપનો આંચકો આવતાં અનેક વિસ્તારોમાં ઘરોની દીવાલોમાં તિરાડો પડી

કચ્છ: આંતરરાષ્ટ્રીય સરહદે ભૂકંપનો આંચકો આવતાં અનેક વિસ્તારોમાં ઘરોની દીવાલોમાં તિરાડો પડી

દીવાલોમાં

દીવાલોમાં તિરાડ પડી

દિવાળીના દિવસે બપોરે કચ્છ પાસે આવેલી આંતરાષ્ટ્રીય સરહદથી 10 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો આવતાં લખપત તાલુકામાં ઘરોની દિવાલોમાં તિરાડો

    દિવાળીના દિવસે બપોરે 3.15 વાગ્યે આવેલા ભૂકંપના આંચકાથી કચ્છની ધરા ધ્રુજી હતી. આંતરાષ્ટ્રીય સરહદથી 10 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુએ કંપન થતાં કચ્છના અનેક તાલુકાઓમાં ધ્રુજારી થઈ હતી. લખપત, નખત્રાણા, અબડાસા તેમજ ભૂજમાં આ આંચકાનો અનુભવ થયો હતો. લખપત તાલુકાના નવાનગર ગામે આ ભૂકંપના કારણે ઘણા મકાનોની દીવાલોમાં તિરાડો પડી હતી તેમજ લોકો ઘરની બહાર દોડી નીકળ્યા હતા.

    દિવાળી પ્રસંગે કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર સીમા સુરક્ષા બળના જવાનો દ્વારા પાકિસ્તાની રેન્જર્સને પરંપરાગત રીતે મીઠાઈઓ આપી દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભાઈચારાની લાગણી વધે તે હેતુથી અનેક મોટા તહેવારો નિમિત્તે આ રીતે બંને દેશના જવાનો મીઠાઈની આપ-લે કરતા હોય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Kutch, ભૂકંપ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन