'50 વર્ષમાં સીમાઓ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થયું એટલું મોદી સરકારે છ વર્ષની અંદર કર્યુ'

'50 વર્ષમાં સીમાઓ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થયું એટલું મોદી સરકારે છ વર્ષની અંદર કર્યુ'
અમિત શાહ

ગૃહમંત્રીએ પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરીને માર્ગદર્શન આપ્યુ હતુ.

 • Share this:
  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit shah) બુધવારે મોડી રાત્રે ભુજ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેમણે સર્કિટ હાઉસ ઉમેદભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે સવારે તેઓ ગુરુવારે સવારે ઉમેદભવનથી ભુજ એરપોર્ટ પહોંચી ત્યાંથી હેલિકોપ્ટરમાં બેસી ધોરડો (Dhordo) પહોંચ્યા હતા. અહીં ગૃહમંત્રીએ પાટણ, બનાસકાંઠા અને કચ્છ (Patan, kutch, banaskantha) જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરીને માર્ગદર્શન આપ્યુ હતુ. તેમણે વિકાસોત્સવ 2020, કચ્છમાં સંબોધન કર્યું હતું તેના મુખ્ય અંશ જોઇએ.
   • દેશની આખી ભૂ સીમા જ્યાં સુધી છે ત્યાં સુધીની સીમામા વિકાસ કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય છે. ભૂકંપ બાદ કચ્છ અને ભૂજ આજે ફરીથી ઉભા થઇ ગયા જેનો શ્રેય વડાપ્રધાન મોદીની દૂરદર્શિતા અને ભૂજના લોકોના સંઘર્ષ કરવાના જસ્બા અને મહેનતની પરાકાષ્ઠાને જાય છે.
   • તેમણે વધુમાં જણાવ્યું કે, આજે આપણા બીએસએફનો નાનામા નાનો જવાન પણ દુનિયાની સૌથી મોટી તાકાતની સાથે આંખમાં આંખ નાંખીને છાતી નીકાળીને જવાબ આપવા સક્ષમ છે, અધિકૃત છે અને આપી પણ રહ્યયો છે.

   • આપણા વડાપ્રધાન હંમેશા કહે છે કે, સૌથી પહેલા સીમાઓ પર આવેલા ગામડાઓના વિકાસની ચિંતા કરો, દરેક યોજના સીમા પાસેના ગામડાઓમાં લાગુ થવી જોઇએ. આ ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે અને અમને આ જવાબદારી સારી રીતે નિભાવતા આવડે છે.

   • 2008થી 2014 સુધી સીમાઓ પર રોડના રિસરફેસિંગની સ્પીડ 170 કિલોમીટકરની હતી અને 2014થી 2020 સુધી 170 કિલોમીટરથી વધીને અમે 480 કિમી સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.

   • 50 વર્ષમાં સીમાઓ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થયું છે એટલું તો નરેન્દ્ર મોદી સરકારે છ વર્ષની અંદર કરીને સીમાઓને સુરક્ષિત કરીને પોતાની જવાબદારી નિભાવી છે.  એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વેમાં 15 જ દિવસમાં 20 હજાર મુસાફરોએ માણી રાઇડ

  ગુજરાતનાં આ લોકો વાઘબારસના દિવસે કરે છે વાઘ, નાગ, સૂર્ય અને ચંદ્રની પૂજા, જાણો પરંપરા

  મહત્વનું છે કે, અમિત શાહે કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા ગામડાઓના સરપંચો સાથે સંવાદ કર્યો છે. આ સંવાદમા 3 જિલ્લાના 158 ગામના સરપંચો સામેલ થયાં છે. આ સંવાદમાં સરહદી વિસ્તારને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્યના કામ અંગે ચર્ચા કરવામાં આવી.

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે સાડા પાંચ વાગે ભુજના સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક કરશે. જેમાં સરકારના મંત્રીઓ, BSFના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
  Published by:Kaushal Pancholi
  First published:November 12, 2020, 14:29 pm

  ટૉપ ન્યૂઝ