ગૃહમંત્રી અમિત શાહ કચ્છનાં બે દિવસનાં પ્રવાસે, આ માસનાં અંતમાં PM પણ આવી શકે

ગૃહમંત્રી અમિત શાહ કચ્છનાં બે દિવસનાં પ્રવાસે, આ માસનાં અંતમાં PM પણ આવી શકે
ગૃહમંત્રી અમિત શાહ

11 નવેમ્બરના રોજ સાંજે ભુજ પહોંચ્યા બાદ માતાનામઢ જશે અને પરત ભુજમાં રાત્રિ રોકાણ બાદ ગુરૂવારે ધોરડો જશે.

 • Share this:
  દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધ અને ગુરૂવાર એમ બે દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ આજે, - - ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ દેવદિવાળીએ કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. 30 દિવસમાં પીએમ મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી શકે છે. આ પહેલાં 30-31 ઓક્ટોબરના રોજ મોદી ગુજરાતમાં આવ્યા હતા અને અહીં સી-પ્લેન સહિત કેવડિયા ખાતે 17 પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું.

  પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ પહેલી ગુજરાત મુલાકાત છે. મળતી માહિતી પ્રમાણે, તેઓ દિલ્હીથી સીધા કચ્છ પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી કચ્છમાં આવેલી પાકિસ્તાન સાથેની બોર્ડર વિસ્તારની મુલાકાત લેશે. અમિત શાહ બે દિવસ કચ્છમાં રોકાશે. સરહદ વિસ્તારના સરપંચો સહિત બોર્ડર વિસ્તારના વિકાસ અંગે ચર્ચા કરશે.  SOU જવા માંગતા પ્રવાસીઓ માટે સારા સમાચાર, હવે એક દિવસમાં 900 પ્રવાસીને પ્રવેશ અપાશે

  આવતી કાલે ઘોરડો ખાતે સીમા સુરક્ષાદળના અધિકારીઓ સાથે બેઠક કરશે. અમિત શાહ કચ્છ બાદ સીધા અમદાવાદ આવશે. દિવાળીનો તહેવાર કેન્દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે ઉજવશે.

  આ પણ જુઓ - 

  30થી 31 ઓક્ટોબરે પીએમ મોદી દિલ્હી પહેલા અમદાવાદ આવ્યા હતાં. જ્યાં તેઓ સ્વ. કેશુભાઇ પટેલના તથા સ્વ. કનોડિયા બંધુઓના પરિવારને મળી અને સાંત્વના પાઠવી હતી. જ્યાંથી તેઓ કેવડિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે જંગલ સફારી, એકતા મોલ, એકતા નર્સરી, રિવર રાફટિંગ, બટરફ્લાઇ ગાર્ડન વિશ્વવન સહિત કુલ 21 પ્રોજેક્ટમાંથી 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
  Published by:Kaushal Pancholi
  First published:November 11, 2020, 12:37 pm

  ટૉપ ન્યૂઝ