Home /News /kutchh-saurastra /

Kutch Weather: કચ્છ જિલ્લામાં આવતીકાલથી ફરી ગરમીમાં વધારો, તો કંડલામાં શનિવારથી ફરી હીટ વેવ

Kutch Weather: કચ્છ જિલ્લામાં આવતીકાલથી ફરી ગરમીમાં વધારો, તો કંડલામાં શનિવારથી ફરી હીટ વેવ

પ્રતિકાત્મક તસવીર

Kutch News: કચ્છમાં એક અઠવાડિયા સુધી ચાલેલી હીટ વેવ (heatwave) બાદ છેલ્લા થોડા દિવસોથી અતિશય ગરમીથી લોકોને રાહત મળી હતી. તો હવે આવતીકાલથી ફરી એક વખત કચ્છના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો નોંધાશે અને કંડલા ખાતે શનિવારથી ત્રણ દિવસ હીટ વેવ છવાશે.

વધુ જુઓ ...
    કચ્છઃ રાજ્યના હવામાનમાં (Gujarat Atmospher) ગરમીનું પ્રમાણ માર્ચ મહિનાની શરૂઆતથી જ સતત વધી રહ્યું છે. પરંતુ છેલ્લાં ચાર દિવસોથી મહતમ તાપમાનનો (Maximum Temperature in Gujarat) પારો અગાઉના પ્રમાણમાં નીચે ઉતર્યો હતો. આજે રાજ્યના જિલ્લાઓમાં મહતમ તાપમાન 35 ડિગ્રીથી 39 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી ફરી કચ્છ સહિત રાજ્યમાં ગરમીમાં વધારો (Increase in temperature) થશે. જ્યારે કે કચ્છના કંડલા ખાતે હીટ વેવની (Heat Wave in Kutch) આગાહી કરવામાં આવી છે.

    રાજ્યના હવામાનમાં ગઈ કાલે જે તાપમાન નોંધાયો હતો તેના પ્રમાણમાં આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં એક થી બે ડિગ્રી જેટલો વધારો થયો છે તો અમુક જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં ખુલ્લું આકાશ જોવા મળશે. અગાઉના પ્રમાણ કરતાં ઓછા ગરમ પવનો ફૂંકાશે. ઉપરાંત આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ તો વધશે સાથે સાથે અમુક જિલ્લાઓમાં હિટ વેવ ની અસર પણ જોવા મળશે તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.

    રાજ્યમાં નોંધાયેલ મહતમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટ ખાતે 39 ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગર અને બરોડા ખાતે 38 ડિગ્રી તો સુરત ખાતે 36 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.

    આ પણ વાંચોઃ-સુરતઃ માથાભારે સંજુ કોઠારી, કાદર કોથમીર સહિત ચારના કારણે વેપારી કમ જમીન દલાલની આત્મહત્યાની કોશિશ, video viral

    કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામથક ભુજમાં ન્યુનત્તમ તાપમાન 20.6 ડિગ્રી જ્યારે કે મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું. કંડલા ખાતે ન્યુનત્તમ તાપમાન 20.3 ડિગ્રી રહ્યું હતું જ્યારે કે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી પહોંચ્યું હતું. તો સાથે જ નલિયા ખાતે પણ 16.4 ડિગ્રીથી 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

    આ પણ વાંચોઃ-સુરતઃ હોટેલિયર સંજય કુંભાણીની હવસનો શિકાર બનેલી નેપાળી યુવતીની આત્મહત્યા, સ્યૂસાઇડ નોટમાં છલકાયું દર્દ

    હવામાન વિભાગ દ્વારા આવતીકાલ શુક્રવારથી ત્રણ દિવસ માટે મહત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રી જેટલો વધારો નોંધાતા લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. ત્યારે જ કચ્છના નલિયા ખાતે શનિવારથી સોમવાર સુધી હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati news, Kutch news, Weather news

    આગામી સમાચાર