કેરી જલદી પકાવવવા વેપારીઓ વાપરે છે આ હાનિકારક કેમિકલો, લોકો બને છે રોગનો શિકાર

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 28, 2017, 11:19 AM IST
કેરી જલદી પકાવવવા વેપારીઓ વાપરે છે આ હાનિકારક કેમિકલો, લોકો બને છે રોગનો શિકાર
રાજ્યમાં કેરી અને અન્ય ફળો તથા શાકભાજીને જલદી પકાવવવા માટે હાનિકારક કેલ્શિયમ કાર્બાઈડ, પાવડરના રૂપમાં ઈથીલિન અને કેમિકલના ઉપયોગ થાય છે.તે મુદ્દા પર હાઈકોર્ટે ખુદ પોતો જ સુઓ મોટો જાહેરહિતની અરજી કરી છે.સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્યની તમામ મહાનગર પાલિકાઓને આદેશ કર્યો છે કે, આ રીતે શાકભાજી અને ફળો પકાવતી દુકાનોમાંથી જથ્થો જપ્ત કરો.આ દુકાનો પર દરોડા પાડો અને તેને સીલ કરવામાં આવે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 28, 2017, 11:19 AM IST
રાજ્યમાં કેરી અને અન્ય ફળો તથા શાકભાજીને જલદી પકાવવવા માટે હાનિકારક કેલ્શિયમ કાર્બાઈડ, પાવડરના રૂપમાં ઈથીલિન અને કેમિકલના ઉપયોગ થાય છે.તે મુદ્દા પર હાઈકોર્ટે ખુદ પોતો જ સુઓ મોટો જાહેરહિતની અરજી કરી છે.સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્યની તમામ મહાનગર પાલિકાઓને આદેશ કર્યો છે કે, આ રીતે શાકભાજી અને ફળો પકાવતી દુકાનોમાંથી જથ્થો જપ્ત કરો.આ દુકાનો પર દરોડા પાડો અને તેને સીલ કરવામાં આવે.

મનપા આ પ્રકારની દુકાનોને ચેતવણી આપે અને ન માને તો તેની સામે પગલા લેવામાં આવે.હાઈકોર્ટના ચીફ જસ્ટિસની રાજ્ય સરકારને ટકોર છે કે, કેલ્શિયમ કાર્બાઈડ, પાવડર રૂપમાં ઈથિલીન અને કેમિકલનો ઉપયોગ ખતરનાક છે. આનાથી પકવવામાં આવતા ફળો અને શાકભાજીના લીધે લોકોને વિવિધ રોગો પણ થઈ શકે છે.હાઈકોર્ટો રાજ્યની તમામ મનપા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટના વકીલની રજૂઆત હતી કે શાકભાજી અને ફળોને જલદી પકાવવાની લાલચમાં મોટાભાગના દુકાનદારો કેલ્શિયમ કાર્બાઈડ, પાવડર રૂપમાં ઈથિલીન અને કેટલાંક કેમિકલનો ખુલ્લેઆમ ઉપયોગ કરે છે.50 કિલોગ્રામ સુધી જથ્થામાં આ અંગે કોઈ પ્રતિબંધ નથી.આ રીતે ફળો અને શાકભાજી પકાવવાનો એક સિલસિલો થઈ ગયો છે.જેના લીધે, લોકો વિવિધ પ્રકારના રોગનો ભોગ બને છે.તો આના ઉપયોગ સામે રોક લગાવવી જોઈએ અને દુકાનદારો સામે પગલા લેવા જોઈએ.આ અંગે મદદનીશ સરકારી વકીલ ધવન જયસ્વાલે ઈ ટીવી સાથે ખાસ વાતચીત કરી છે.
First published: April 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर