હળવદ માળીયા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, મુંબઇથી આવતા પરિવારનાં બેનાં મોત, બે ઇજાગ્રસ્ત

હળવદ માળીયા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, મુંબઇથી આવતા પરિવારનાં બેનાં મોત, બે ઇજાગ્રસ્ત
અકસ્માતની તસવીર

આ ઇજાગ્રસ્તોને 108ની દ્રારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 • Share this:
  માળીયા કચ્છ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મુંબઇથી કચ્છ જતા પરિવારને આજે સવારે અકસ્માત નડ્યો હતો. સુસવાવ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે.

  આ ઇજાગ્રસ્તોને 108ની દ્રારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા છે. આ અંગેની જાણ થતાં માળિયા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  કાર ખુલ્લી બોડીના ટ્રકની પાછળ ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 26 વર્ષનાં બીત્ર બિપિન ગાલા અને 62 વર્ષના બિપીન ગાલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું. આ સાથે વિકી બિપીનભાઈ ગાલા અને કલ્પનાબેન બિપીનભાઈ ગાલાને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

  આ પણ વાંચો - રાજકોટ: ઓરેન્જ કોવિડ હૉસ્પિટલમાં દર્દીનાં મોત બાદ હોબાળો, સ્વસ્થ દર્દીનું અચાનક મોત થયાનો આક્ષેપ

  આ પણ જુઓ - 

   

  નોંધનીય છે કે, બે મહિના પહેલા મોરબી માળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખીરઇ ગામ નજીક બપોરનાં સમયે એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર ત્રણ લોકો પૈકી એકુનું ઘટના સ્થળે મોત થયું હતું તો બે લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયા હતા. ઘટનાને પગલે ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.
  Published by:Kaushal Pancholi
  First published:September 23, 2020, 14:25 pm