કચ્છઃ ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને પોલીસે ફરી દબોચી લીધો, 4 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ

કચ્છઃ ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને પોલીસે ફરી દબોચી લીધો, 4 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ
આરોપીની તસવીર

ભુજની ખાસ પાલારા જેલમાં રહેલો આરોપી નિખિલ ડોંગા જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો જેમાં પોલીસની સંડોવણી સામે આવી છે.

 • Share this:
  મેહુલ સોલંકી, કચ્છઃ ગુજસીટોકનો (GUJCTOC accused) આરોપી નિખિલ દોંગા (Nikhil donga) ભુજની (Bhuj) જી.કે. જનરલ હોસ્પિટલમાંથી (G.K. General hospital) ત્રણ દિવસ પૂર્વે ફરાર થઈ ગયો હતો. જેને ઝડપી પાડવા માટે પોલીસે આકાશ પાતાળ એક કરીને નિખિલ દોંગાને દબોચી લીધો છે. સાથે જ પોલીસબેડામાં 4 અધિકારી અને કર્મચારીઓની આ કેસમાં ધરપકડ (Arrested) કરવામાં આવી છે.

  મળતી માહિતી પ્રમાણે ભુજની ખાસ પાલારા જેલમાં રહેલો આરોપી નિખિલ ડોંગા જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો જેમાં પોલીસની સંડોવણી સામે આવી છે. તપાસનીશ ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું કે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલા ગુજસીટોક ગુનાના કુખ્યાત આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સ્થાનિક પોલીસ અધિકારી – કર્મચારીઓએ જ ગુનાહિત કાવતરૂ રચીને તેને ભગાડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.  આરોપી નાસી જવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં (CCTV) કેદ થઈ હતી ત્યારે પોલીસેએ સીસીટીવી કેમેરાની તપાસ કરવા ઉપરાંત આરોપીઓની મોબાઈલ કોલ ડીટેઈલ્સના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં અગાઉ પોલીસ જાપ્તામાં રહેલા પીએસઆઈ આર.બી. ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની પોલીસ ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવ્યા હતા.

  આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

  આ પણ વાંચોઃ-સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! ઘરમાં એકાંતમાં વીડિયો કોલમાં સામસામે નિર્વસ્ત્ર થયા યુવક-યુવતી પછી...

  રિમાન્ડ દરમિયાન કરાયેલી પૂછતાછમાં આરોપીઓને ભગાડવામાં અન્ય એક પીએસઆઈ અને એએસઆઈની પણ સંડોવણી સામે આવી છે જેમાં પીએસઆઈ એન.કે. ભરવાડ અને એએસઆઈ અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી સામે આવી હતી. આ પીએસઆઈ અને એએસઆઈ પણ આરોપી નિખિલના જાપ્તામાં હતા.

  આ પણ વાંચોઃ-નોકરના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ ખીલીરૂપ પ્રોફેસર પતિની કરાવી હત્યા, પ્રેમીએ ઉતાર્યો મોતને ઘાટ

  આ પણ વાંચોઃ-હોળીના દિવસે પતિ પત્ની માટે લાવ્યો રૂ.700ની સાડી, નારાજ પત્નીએ કરી લીધી આત્મહત્યા

  પાલારા જેલમાંથી નિખિલને જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવા માટે પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા પણ જાપ્તામાં રહેતા હતા તે દરમિયાન આરોપી પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા ફોન મારફતે આરોપીને ભગાડવામાં મદદ કરનાર ભરત રામાણીના સંપર્કમાં હતા.  ત્યારે બન્ને પીએસઆઈ અને એએસઆઈની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી આગામી 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કેસમાં પશ્ચિમ ક્ચ્છ પોલીસની ટીમ ઉપરાંત, ગોંડલ રૂરલ, રાજકોટ પોલીસ, એટીએસ સહિતની ટીમો પણ વર્કઆઉટ કરીને નિખિલને પકડી પાડ્યો હતો.
  Published by:ankit patel
  First published:April 01, 2021, 16:36 pm

  ટૉપ ન્યૂઝ