કચ્છ: માંદા ઔધોગિક એકમોને બેઠા કરવા માટે અહીં અરજી કરો

વાયેબલ માંદા ઔધોગિક એકમો યોજનાનો લાભ મેળવવા માટે તા.૧૦/૯/૨૦૧૯ સુધીમાં અરજી કરી શકે છે.

News18 Gujarati
Updated: July 18, 2019, 12:12 PM IST
કચ્છ: માંદા ઔધોગિક એકમોને બેઠા કરવા માટે અહીં અરજી કરો
સીએમ વિજય રૂપાણી (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: July 18, 2019, 12:12 PM IST
રાજય સરકારના ઉધોગ અને ખાણ વિભાગ દ્વારા વાયેબલ માંદા ઔધોગિક એકમોનાં પુર્નઃવસન માટેની યોજના તારીખ ૧૧ જુલાઇ, ૦૧૭થી અમલમાં મૂકાઇ છે.

આ યોજનાં અતંર્ગત માંદા ઔધોગિક એકમોને પુર્નઃવસન કરવા માટે આ ઠરાવ અન્વયે વિવિધ લાભ/રાહતો જેવી કે રાજય સરકારના બાકી લેણાં અંગેની પતાવટ યોજના, ભરેલ વીજકર (ઇલેકટ્રીકસીટી ડયુટી) ની પરત ચૂકવણી ત્રણથી પાંચનાં સમયગાળા માટે ૧૦૦ ટકા, ૭૫ ટકા અને ૫૦ ટકા, વધારાના મૂડી રોકાણ માટે પ્રોત્સાહન, સ્વઉપયોગ માટે પુર્નઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન માટે મૂડીરોકાણ પર પ્રોત્સાહન, રાજય સરકારની અગાઉની પ્રોત્સાહન યોજના હેઠળ મંજુર વેચાણવેરાનાં લાભો વણવપરાયેલા રહેલા હોય તો તે વાપરવા., ઓપન એકસેસ મારફતે વીજળી પુરવઠા માટે. આવા માંદા એકમો જો કોઇ નવા પ્રમોટર્સ/મેનેજમેન્ટ હસ્તગત કરે તો તેને પણ આ ઠરાવ હેઠળ લાભો/રાહતો મળવાપાત્ર છે.

માંદા ઔધોગિક એકમો જે ઉપરોકત પાત્રતા ધરાવતાં હોય તેઓ આ ઠરાવની તારીખથી બે વર્ષ સુધીમાં અરજી કરી શકે છે તે માટે સુક્ષ્મ, લધુ, મધ્યમ અધિનિયમ હેઠળ એકમો ઉધોગ આધાર તથા મોટા એકમો અથવા કોઇપણ પરવાનો/સક્ષમ સત્તા દ્વારા નોંધાયેલા હોય તેવા ઉધોગો. આગળનાં નાણાંકીય વર્ષની તુલનાએ નેટવર્થમાં ૫૦ ટકા કરતાં વધુ ઘસારો. ઓછામાં ઓછું બે વર્ષ ઉત્પાદનમાં રહેલ હોય. લાર્જ માંદા એકમો પાંચ વર્ષ પહેલા થયેલ હોવા Incorporated જોઇએ.

વાયેબલ માંદા ઔધોગિક એકમો યોજનાનો લાભ મેળવવા માટે તા.૧૦/૯/૨૦૧૯ સુધીમાં અરજી કરી શકે છે. વધુ માહિતી/વિગતો માટે વેબસાઇટ www.ic.gujarat.gov.in અથવા ઉધોગ કમિશનરની કચેરી અથવા સબંધિત જિલ્લાના જિલ્લા ઉધોગ કેન્દ્રનો સંપર્ક સાધવા જનરલ મેનેજર, જિલ્લા ઉધોગ કેન્દ્ર, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
First published: July 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...