Home /News /kutchh-saurastra /

સરકાર માટી, કાંકરાવાળી મગફળી નહી ખરીદે! ટેકાનાં ભાવ જાહેર

સરકાર માટી, કાંકરાવાળી મગફળી નહી ખરીદે! ટેકાનાં ભાવ જાહેર

ફાઇલ ફોટો: મગફળી કૌભાંડ

તા.૧૫મી નવેમ્બરથી કચ્છમાં તમામ ખરીદ કેન્‍દ્રો ઉપર નાફેડ વતી ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરશે.

    રાજય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૧૮-૧૯ અન્‍વયે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કેન્‍દ્ર સરકારની એજન્‍સી તરીકે નાફેડ અને ગુજરાત સરકારની એજન્‍સી તરીકે ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમની પસંદગી થયેલી છે. ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે, નિયત ગુણવત્તાવાળી તથા માટી, કાંકરા અને અન્‍ય કચરા વગરની મગફળી ખરીદવામાં આવશે.

    પ્રતિ ખેડૂત પાસેથી મગફળીના વાવેતર વિસ્‍તારના આધારે પ્રતિ દીન મહત્તમ ૨૫૦૦ કિ.ગ્રા. મગફળી ખરીદવામાં આવશે. વેચાણ થયેલી મગફળીના નાણાં નાફેડ/ગુ.રા.ના.પુ.નિ.લી. તરફથી સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે આ માટે ઓછામાં ઓછી ગુણવત્તાના ધોરણ મુજબ એફએકયુ (ફેર એવરેજ કવોલીટી) મગફળીની ખરીદીના રૂ.૫૦૦૦/- પ્રતિ કિવન્‍ટલ નકકી કરવામાં આવેલા છે. એટલે કે રૂપિયા ૧૦૦૦/- મણ (૨૦ કિ.ગ્રા.) ના નકકી કરવામાં આવેલા છે. આ માટે કચ્‍છ જિલ્‍લામાં ભુજ, માંડવી, અંજાર, ભચાઉ તથા રાપર ખાતે આવેલા એપીએમસી સેન્‍ટરોમાં નોંધણી અને ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

    જે તાલુકામાં એપીએમસીના ખરીદ કેન્‍દ્રો ચાલુ થઇ શકે તેમ નથી તે તાલુકાના ખેડૂતો નજીકના એપીએસી કેન્‍દ્ર ખાતે નોંધણી કરાવવાની રહેશે. જે કેન્‍દ્ર ખાતે નોંધણી કરવામાં આવેલ હશે તે કેન્‍દ્ર ખાતે જ મગફળીના વેચાણ માટે ખેડૂતે આવવાનું રહેશે. ટેકાના ભાવે મગફળી વેચાણી આપવા ઈચ્‍છતા ખેડૂતોએ ફરજીયાતપણે એપીએમસી ખરીદ કેન્‍દ્ર ખાતે તા.૩૦મી નવે.૨૦૧૮ સુધી ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.

    ખેડૂતોએ ઓનલાઇન નોંધણી સમયે આધારકાર્ડની નકલ, અધતન ૭/૧૨ અને ૮-અ નો ઉતારો, ફોર્મ નં.૧૨માં પાક વાવણી અંગે એન્‍ટ્રીના થઈ હોય તો વાવ્‍યા અંગેનું તલાટીના સહી સીકકા સાથેનો દાખલો, ખેડૂતની IFSC સહિતની બેંક એકાઉન્‍ટની વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક જેવા દસ્‍તાવેજી પુરાવાઓ સાથે લઇ આવવાના રહેશે.

    તા.૧૫મી નવેમ્બરથી કચ્છ જિલ્‍લાના તમામ ખરીદ કેન્‍દ્રો ઉપર કેન્‍દ્રિય એજન્‍સી નાફેડ વતી ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવશે. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ તરફથી ઓનલાઇન રજીસ્‍ટ્રેશનનો ક્રમ ધ્‍યાને લઇ તારીખ/સમયની જાણ થયેથી ખેડૂતોએ વેચાણ માટે નિયત ગુણવત્તાવાળી મગફળીનો જથ્‍થો એપીએમસી ખરીદ કેન્‍દ્ર ખાતે લાવવાનો રહેશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Groundnut, MSP, ગુજરાત

    આગામી સમાચાર