સરકારની સીધી દેખરેખ હેઠળ રાજ્યમાં સારી બ્રાન્ડનો દારૂ વેચાવો જોઈએ: શંકરસિંહ વાઘેલા


Updated: October 26, 2020, 6:08 PM IST
સરકારની સીધી દેખરેખ હેઠળ રાજ્યમાં સારી બ્રાન્ડનો દારૂ વેચાવો જોઈએ: શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલા (ફાઇલ તસવીર)

'હું દારૂ પીતો નથી પરંતુ ગુજરાત મારો પરિવાર છે. મારો પરિવાર દારૂ પીવે એ મને પસંદ નથી પણ યોગ્ય નીતિ સાથે દારૂ વેચાવો જોઈએ.'

  • Share this:
મેહુલ સોલંકી, ભુજ: હાલ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી (Gujarat Bypoll) માટે ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી (Gujarat Liquor Ban) હોવા છતાં આ વખતે ચૂંટણી પ્રચારમાં દારૂનો મુદ્દો ઉઠી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ કચ્છમાં અબડાસા બેઠક માટે ચૂંટણી પ્રચાર દરમિયાન દારૂ મુદ્દે નિવેદન આપ્યું હતું. જે બાદમાં આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela)એ આજે કચ્છની મુલાકાત દરમિયાન ફરી એકવાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવા અંગે નિવેદન આપ્યું હતું. તેમના કહેવા પ્રમાણે રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ રાજ્યમાં સારી બ્રાન્ડનો દારૂ વેચવાની છૂટ આપવી જોઈએ.

અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. કારણ કે ભાજપ અને કૉંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવાર હનીફ જાકબ બાવા પઢીયાર પણ લોકપ્રિય નેતા છે. રાજકીય બેડામાં જેમની પીઢ નેતા તરીકે ગણના થાય છે એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સોમવારે કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. અપક્ષ ઉમેદવાર હનિફ જાકબ બાવા પઢીયારને સમર્થન આપી તેમના પ્રચાર માટે બાપુ કચ્છ આવ્યા હતા. આ દરમિયાન ભુજ ખાતે તેઓનું સન્માન કરાયા બાદ તેઓએ અપક્ષ ઉમેદવાર હનીફભાઈને બેટના નિશાન પર જીતાડી ગાંધીનગર મોકલવા માટે અપીલ કરી હતી.

આ પણ વાંચો: સુરતમાં ઉલટી ગંગા : પત્નીના અફૅરનો ભાંડો ફૂટતા પતિને ઘરમાંથી કાઢી મૂક્યો

આ પ્રસંગે બાપુએ રાજ્યમાં દારૂબંધી અંગે જણાવ્યું હતું કે, "ગાંધીના ગુજરાતમાં ગેરકાયદે રીતે વેચાતા દારૂથી પરિવારો બરબાદ થઈ રહ્યા છે. કચ્છની બોર્ડર ખુલ્લી છે, જેથી યુવાધન નશાના રવાડે ચડ્યું છે. સરકારે દારૂબંધી મુદ્દે પગલાં લેવા જોઈએ અથવા તો રાજ્યમાં સરકારના સીધી દેખરેખ હેઠળ ખાસ નીતિ બનાવીને સારી બ્રાન્ડનો દારૂ વેચવો જોઈએ. હું દારૂ પીતો નથી પરંતુ ગુજરાત મારો પરિવાર છે. મારો પરિવાર દારૂ પીવે એ મને પસંદ નથી પણ યોગ્ય નીતિ સાથે દારૂ વેચાવો જોઈએ." આ સાથે જ શંકરસિંહે 2022માં પ્રજા જનશક્તિ પાર્ટીની સરકાર હશે તેવો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: આમ આદમીને લાગશે ઝટકો! પેટ્રોલ-ડીઝલ પર લીટરે છ રૂપિયા વધી શકે છે એક્સાઇઝ ડ્યૂટી

ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા અવારનવાર એવું નિવેદન આપી રહ્યા છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ. આ માટે તેઓએ ખાસ ઝૂંબેશ પણ શરૂ કરી છે. આ મામલે તેઓ નિવેદન આપતા રહે છે તેમજ સોશિયલ મીડિયા પર પણ તેમની વાત મૂકી રહ્યા છે.કૉંગ્રેસના ધારાસભ્યો દારૂ પીને રિસોર્ટમાં ધૂબાકા મારતા હતા: વિજય રૂપાણી

ગત 22મી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કચ્છની અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા માટે પ્રચાર માટે પહોંચ્યા હતા. સીએમ રૂપાણીએ કચ્છી ભાષામાં ભાષણની શરૂઆત કરીને પ્રદ્યુમનસિંહને ચૂંટણી જીતાડવા માટે અપીલ કરી હતી. અહીં તેઓએ ચૂંટણી સભા પણ સંબોધી હતી. આ દરમિયાન તેમણે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. મુખ્યમંત્રીએ રાજ્યસભાની ચૂંટણીને યાદ કરીને કૉંગ્રેસના ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં દારૂ પીને ધુબાકા મારી રહ્યા હતા તેઓ આરોપ લગાવ્યો હતો.

આ પણ જુઓ-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંચ પરથી કૉંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે, "કૉંગ્રેસના લોકો જ્યારે તમારી પાસે મત માંગવા આવે ત્યારે તેમને પૂછજો કે કોરોનામાં તમે બધા ક્યાં ભાગી ગયા હતા? તમામ લોકો જયપુર ભાગી ગયા હતા. જયપુરના રિસોર્ટમાં દારૂ પીને ત્યાંના સ્વીમિંગ પૂલમાં ધુબાકા મારતા હતા. અમે જ્યારે કોરોનામાં ભયભીત હતા, સંઘર્ષ કરતા હતા ત્યારે તમે લોકો જયપુર શા માટે ગયા હતા તેનો આ ચૂંટણીમાં જવાબ માંગજો." ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસના એક પછી એક એમ આઠ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધી હતા. જે બાદમાં બાકીના ધારાસભ્યો તૂટે નહીં તે માટે કૉંગ્રેસે ચૂંટણી પહેલા ધારસાભ્યોને રાજસ્થાન મોકલી દીધા હતા.
Published by: Vinod Zankhaliya
First published: October 26, 2020, 6:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading