કેરલની ગૌહત્યા કોંગ્રેસને ગુજરાતમાં પડી શકે છે ભારે?,ભાજપની કેવી છે રણનિતી જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 3:21 PM IST
કેરલની ગૌહત્યા કોંગ્રેસને ગુજરાતમાં પડી શકે છે ભારે?,ભાજપની કેવી છે રણનિતી જાણો
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે અનામત આદોલન, બેરોજગારી અને દલિત અત્યાચાર મુદ્દે ઘેરાયેલી ભાજપને મુદ્દો મળી ગયો છે. કેરલ ગૌહત્યાનો મુદ્દો ગુજરાતમાં કોગ્રેસને ભારે પડી શકે છે. અને કોંગ્રેસનું 25 વર્ષથી સત્તામાં આવવાનું સપનું ફરી સપનું બની રહે તે માટે ભાજપે રણનીતી ઘડી કાઢી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 3:21 PM IST
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે અનામત આદોલન, બેરોજગારી અને દલિત અત્યાચાર મુદ્દે ઘેરાયેલી ભાજપને મુદ્દો મળી ગયો છે. કેરલ ગૌહત્યાનો મુદ્દો ગુજરાતમાં કોગ્રેસને ભારે પડી શકે છે. અને કોંગ્રેસનું 25 વર્ષથી સત્તામાં આવવાનું સપનું ફરી સપનું બની રહે તે માટે ભાજપે રણનીતી ઘડી કાઢી છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. મંગળવારે અમદાવાદ આવેલા અમિત શાહે અચાનક બોલાવેલી બેઠકમા કોર ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના સુત્રોની વાત માનીએ તો બેઠકમા ચૂંટણી અને સંગઠનની બાબતો પર થયેલી ચર્ચાની સાથે જ કેરળમા બનેલી ઘટનાના પડઘા બાબતે ચર્ચા કરવામા આવી હતી. અને આ બાબતે ગુજરાતમા કોંગ્રેસને ઘેરવા રણનીતિ ઘડવા જણાવ્યું હતું.

અમદાવાદ એનેક્સી ખાતે સતત ત્રણ કલાક ચાલેલી બેઠકમા અમિત શાહે ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જીતુ વાઘાણી સહિત સિનિયર મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કમલમ પર બેઠક ન કરતા એનેક્સિ પર થયેલી બેઠકમા ચૂંટણી અને સંગઠનની બાબતોની સાથે કેરળના મુદ્દા પર ચર્ચા કરવામા આવી હતી. કેરળમા યુથ કોંગ્રેસ દ્વારા ગાયની કતલ ને લઈ ગુજરાતમા પણ કોંગ્રેસને ઘેરવા બાબતે ચર્ચા કરવામા આવી હતી. સાથે જ કોંગ્રેસને ઘેરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા સૂચના આપવામા આવી હતી.

ગુજરાતમા કોંગ્રેસ લઘુમતી તરફ હોવાની વાતો વહેતી થતી હોય છે ત્યારે કેરળમા બનેલી ઘટના પગલે ફરીએકવાર હિંદૂત્વના નામે ગુજરાતમા ભાજપ ફાવે તેવી વકી છે અને આ જ કારણ છે કે અમિત શાહે સંગઠનને આગામી દિવસોમા વધુ આક્રમક થવા સૂચન આપ્યું છે. ભાજપ સાથે જોડાયેલા કેટલાક સંગઠનો દ્વારા પણ ગૌ હત્યાનો સમગ્ર ગુજરાતમા વિરોધની ચીમકી આપી દેવામા આવી છે. જેને પગલે કોંગ્રેસની મુશ્કેલીઓ આગામી દિવોસમા વધશે.કોંગ્રેસે ભાજપની બેવડી નિતી પર ઉઠાવ્યા સવાલ

ગુજરાતમા ભાજપ કોંગ્રેસ દ્વારા ગૌ હત્યાના કાયદાના વિરોધનો મુદ્દો પણ ચગાવી રહી છે. ગુજરાતમા કોંગ્રેસમા શંકરસિંહ વાઘેલાની ચાલી રહેલી નારાજગી પર કેરળ મા બનેલી ઘટના મુશ્કેલીમા વધારો કરી શકે છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપની બેવડી નીતિ પર પ્રશ્નો ઉભા કર્યા છે. શક્તિસિંહે આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર અને રાજ્યની નિષ્ફળ ગયેલી સરકાર ગાય માતાનું પૂંછડૂ પકડવાનો પ્રયત્ન કરી રહી છે.


 
First published: May 31, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर