10મીએ યોજાશે પ્રદેશ કોંગ્રેસની કારોબારી,મોટી જાહેરાત થવાની સંભાવના

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 7, 2017, 8:48 PM IST
10મીએ યોજાશે પ્રદેશ કોંગ્રેસની કારોબારી,મોટી જાહેરાત થવાની સંભાવના
રાહુલ ગાંધી સાથે ગઇકાલે ગુજરાત કોંગ્રેસના નેતાઓની મુલાકાત થઇ હતી. ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં જીત માટે રાહુલ ગાંધી દ્વારા મંત્ર અપાયો છે જેને સાકાર કરવા અને ગુજરાતમાં સત્તાનું રાહુલ ગાંધીનું સપનું પુરુ કરવા અમદાવાદ ખાતે 10 મેના રોજ કારોબારી બેઠક યોજાશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 7, 2017, 8:48 PM IST
રાહુલ ગાંધી સાથે ગઇકાલે ગુજરાત કોંગ્રેસના નેતાઓની મુલાકાત થઇ હતી. ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં જીત માટે રાહુલ ગાંધી દ્વારા મંત્ર અપાયો છે જેને સાકાર કરવા અને ગુજરાતમાં  સત્તાનું રાહુલ ગાંધીનું સપનું પુરુ કરવા અમદાવાદ ખાતે 10 મેના રોજ કારોબારી બેઠક યોજાશે.
આ બેઠકમાં દિલ્હીમાં રાહુલ ગાંધી દ્વારા અપાયેલા સુચનો પર અમલવારી કરવામાં આવશે. જેમાં વિધાનસભા ચૂંટણીને લઇને પણ કેટલીક મહત્વની જાહેરાત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી બન્યા બાદ પ્રથમ વખત અશોક ગહેલોતની આગેવાનીમાં આ બેઠક યોજાશે.

જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શંકરસિહં વાઘેલા સહિત અન્ય નેતાઓ અને પ્રદેશના તમામ સેલના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહશે.પ્રથમ વખત પ્રદેશ કોંગ્રેસની બેઠક પ્રદેશ કાર્યાલય બહાર મળવા જઇ રહી છે.બોડકદેવ કોમ્યુનિટી હોલ ખાતે આ બેઠકમાં ગુજરાત ભરમાંથી કાર્યકર્તાઓ હાજર રહેશે.
First published: May 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर