Home /News /kutchh-saurastra /

કચ્છને નર્મદાનું વધારાનું પાણી આપવાની સરકારની જાહેરાત, કિસાન સંઘ હજુ લેખિત મંજૂરીની રાહમાં

કચ્છને નર્મદાનું વધારાનું પાણી આપવાની સરકારની જાહેરાત, કિસાન સંઘ હજુ લેખિત મંજૂરીની રાહમાં

ખેડૂતોના ધરણાં

કચ્છમાં નર્મદાનો વધારાનો પાણી આપવા મુદ્દે આખરે રાજ્ય સરકાર તરફથી વહીવટી મંજૂરી મળી છે. વર્ષોથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે કામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વહીવટી મંજૂરી અપાઈ. 2006માં ગુજરાતના તત્કાલીન મુખયમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદાના વધારાના પાણીને કચ્છ પહોંચાડવા મુદ્દે સૈધાંતિક મંજૂરી આપી હતી.

વધુ જુઓ ...
  કચ્છ: કચ્છમાં નર્મદાનો વધારાનો પાણી આપવા મુદ્દે આખરે રાજ્ય સરકાર તરફથી વહીવટી મંજૂરી મળી છે. વર્ષોથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે કામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વહીવટી મંજૂરી અપાઈ. 2006માં ગુજરાતના તત્કાલીન મુખયમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદાના વધારાના પાણીને કચ્છ પહોંચાડવા મુદ્દે સૈધાંતિક મંજૂરી આપી હતી. જો કે, ત્યાર બાદ અનેક વખત વિવિધ મુખ્યમંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અન્ય નેતાઓ દ્વારા નર્મદાના પાણીને સૈધાંતિક મંજૂરી મળ્યા હોવાના નામે સરકારના ગુણ ગાયા હતા પણ 16 વર્ષ બાદ આ કામને સરકાર તરફથી વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

  રાજ્ય સરકારના માહિતી વિભાગ તરફથી મળતી વિગતો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ 1ના કામો માટે રૂ. 4369 કરોડના કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે.

  આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા 4 લિંકનું આયોજન કરાયું છે. કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે 38 જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.

  આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા- આ છ તાલુકાના 77 ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે. સાથે જ અંદાજે 2.81 લાખ એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે, તેવું માહિતી વિભાગ દ્વારા જણાવાયું હતું.

  આ પણ વાંચો: નામ લખાવો અને 300 યૂનિટ વીજળી મફત મેળવો, ચૂંટણી પહેલા અખિલેશ યાદવનો મોટો દાવ!

  ઉલ્લેખનીય છે કે કચ્છના ખેડૂતો અનેક વર્ષોથી નર્મદાનું પાણી મેળવવા માંગ કરી રહ્યા હતા. કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા પણ લાંબા સમયથી આ મુદ્દે ધરણાં અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. ગત મંગળવારે જ કિસાન સંઘ દ્વારા જિલ્લા સ્તરના ધરણાં પ્રદર્શનમાં કચ્છભરમાંથી હજારો ખેડૂતો હાજર રહ્યા હતા. સાધુ સંતોની હાજરીમાં સૌ કોઈએ નર્મદાના પાણીની વહીવટી મંજૂરી મળે તેવી માંગ કરી હતી.

  ત્યાર બાદ 12 જાન્યુઆરીના ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ ગાંધીનગર ખાતે કચ્છના સાંસદ, પાંચ ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, વિધાનસભા અધ્યક્ષા સાથે મળી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને 20 જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું અને જો વહીવટી મંજૂરી ન મળે તો રાજકીય નેતાઓ અને કાર્યક્રમોના બહિષ્કાર, કચ્છ બંધ વગેરે યોજવાની ચીમકી ઉચ્ચારી હતી.

  આ પણ વાંચો: અમદાવાદમાં 23 હજાર એક્ટિવ કેસની સામે માત્ર 350 દર્દીઓ હોસ્પિટલમા દાખલ

  જો કે આજે સવારે વહીવટી મંજૂરીની જાહેરાત કર્યા બાદ પણ કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હજુ સરકાર તરફથી લેખિત મંજૂરી મળી નથી. "આ પ્રકારની જાહેરાતો અગાઉ અનેક વખત થયેલી છે અને આજે પણ ફક્ત જાહેરાત જ થઈ છે. જ્યાં સુધી લેખિત મંજૂરી નહીં મળે ત્યાં સુધી ભરોસો કરી શકાય નહીં," તેવું કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજીભાઇ બરાડિયાએ કહ્યું હતું.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch, Narmada canal, Narmada river, કચ્છ

  આગામી સમાચાર