Home /News /kutchh-saurastra /

કચ્છના માંડવીથી દીવ વચ્ચે વોલ્વો સ્લીપર બસ સેવા શરૂ કરાઇ

કચ્છના માંડવીથી દીવ વચ્ચે વોલ્વો સ્લીપર બસ સેવા શરૂ કરાઇ

ફાઇલ તસવીર

આ બસ વાયા મુન્દ્રા, આદીપુર, ગાંધીધામ, ભચાઉ, મોરબી, રાજકોટ, જુનાગઢ, કેશોદ, વેરાવળ, કોડીનાર, ઉના થઇને દીવ પહોંચશે.

    ભુજ: કચ્છનાં માંડવીમાં રહેતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર આમ જનતાની સુવિધા અર્થે માંડવીથી દીવ જવા વોલ્વો સ્લીપર બસ શરૂ કરવામાં આવી છે.

    આ બસ માંડવી થી ૧૬ કલાકે (બપોરે ૪ વાગ્યે) ઉપડશે. આ બસ વાયા મુન્દ્રા, આદીપુર, ગાંધીધામ, ભચાઉ, મોરબી, રાજકોટ, જુનાગઢ, કેશોદ, વેરાવળ, કોડીનાર, ઉના થઇને દીવ પહોંચશે.

    ઓનલાઇન ઘેર બેઠા ટીકીટ બુક કરવા માટે વેબસાઇટ www.gsrts.in તેમજ મોબાઇલ એપ્સ gsrts official જેમાં પ્રીમિયમ સર્વિસોના બુકિંગ પર ગુજરાત હદમાં ૧૦ ટકા તેમજ આંતર રાજયોની ટીકોટો પર ૨૫ ટકા વળતર અપાશે તેવું વિભાગીય નિયામક, એસ.ટી.-ભુજ દ્વારા જણાવાયું છે.

    એસ.ટી વિભાગ દ્વારા રાજ્યનાં વિવિધ ટાઉનને પ્રવાસન અને ધાર્મિક સ્થળોને જોડતી વોલ્વો સેવા શરૂ કરવામાં આવી રહી છે અને એ રીતે પ્રવાસનને વેગ આપવાનો પ્રયાસ ચાલું છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Diu, GSRTC, Kutch, Mandvi, Tourism, Volvo service, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन