કચ્છ: પ્રાથમિક શાળાઓમાં પૂરતા શિક્ષકો નહીં ફાળવાય તો વાલીઓએ કરશે આમરણાંત ઉપવાસ
કચ્છ: પ્રાથમિક શાળાઓમાં પૂરતા શિક્ષકો નહીં ફાળવાય તો વાલીઓએ કરશે આમરણાંત ઉપવાસ
શાળામાં ભણતા બાળકો
નખત્રાણા તાલુકાના લુડબાય જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતી શાળાઓમાં મહેકમ કરતા ઓછા શિક્ષકો ફાળવાતા સરપંચે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરી શિક્ષકો ફાળવવા માંગ કરી હતી.
કચ્છ: ગત અઠવાડિયે વિધાનસભામાં (Gujarat Legislative Assembly) પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા સરકારે જણાવ્યું હતું કે ગુજરાતની 700 શાળાઓમાં (Gujarat Schools) માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. સાથે જ જણાવવામાં આવ્યું હતું કે તેમાંથી 100 શાળાઓ કચ્છની છે. કચ્છના અનેક અંતરિયાળ ગામોમાં શિક્ષકોની ઘટના (Lack of teachers) કારણે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી હોવાની ફરિયાદો સાંભળવા મળી રહી છે ત્યારે જિલ્લાના નખત્રાણા તાલુકાના લુડબાય જૂથ ગ્રામ પંચાયત (Ludbaay village) આ મુદ્દે આકરા પાણીએ ચડી છે અને શિક્ષકોની ઘટ નહીં સંતોષાય તો બાળકો સાથે ધરણાં (Students protest) પર બેસવાની ચીમકી આપી હતી.
લુડબાય જૂથ ગ્રામ પંચાયત અંતર્ગત લુડબાય-1, લુડબાય-2, ઉઠગડી, ઢોરો, વજીરાવાંઢ અને ભેભરાવાંઢ ગામ આવેલા છે જે દરેક ગામમાં એક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. ગુરુવારે લુડબાય જૂથ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આ મુદ્દે એક પત્ર લખવામાં આવ્યું હતું. જેમાં સરપંચ દ્વારા જણાવાયું હતું કે ગ્રામ પંચાયત અંતર્ગતની છ શાળાઓ માટે 21 શિક્ષકોનું મહેકમ આવેલું છે જેની સામે હાલ 7 શિક્ષકોની ઘટ છે.
તો લુડબાય-2ની શાળામાં 160 જેટલા વિદ્યાર્થીઓ માટે માત્ર એક જ શિક્ષક છે. તો અન્ય શાળાઓમાં પણ તેવી જ સ્થિતિ છે જે કારણે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે તેવું સરપંચ જબાર જત્તે જણાવ્યું હતું. તો સાથે જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લખાયેલ પત્ર મારફતે માંગ કરાઇ હતી કે તાત્કાલિક ધોરણે શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે. જો 11 એપ્રિલ સુધી શિક્ષકો ફાળવવામાં નહીં આવે તો 300થી વધારે બાળકો અને તેમના વાલીઓ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી બહાર આમરણ ઉપવાસ પર બેસશે તેવી ચીમકી સરપંચે ઉચ્ચારી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર