ફિક્સ પગારદારો માટે ગુડ ન્યુઝ,138 ટકા સુધીનો પગાર વધારો

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 6:09 PM IST
ફિક્સ પગારદારો માટે ગુડ ન્યુઝ,138 ટકા સુધીનો પગાર વધારો
ગાંધીનગરઃફિક્સ પગારદારોને સરકારે સારા સમાચાર આપ્યા છે. તાજેતરમાં ગાંધીનગરમાં આદોલન બાદ રાજ્ય સરકારે તેમને રાહત આપી પગાર વધારો કર્યો છે. આ મુદ્દે ડે.સીએમ નીતિન પટેલે ફિક્સ પગાર કર્મચારીઓના પગાર વધારવાનો નિર્ણય કરાયાની જાહેરાત કરી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 6:09 PM IST
ગાંધીનગરઃફિક્સ પગારદારોને સરકારે સારા સમાચાર આપ્યા છે. તાજેતરમાં ગાંધીનગરમાં આદોલન બાદ રાજ્ય સરકારે તેમને રાહત આપી પગાર વધારો કર્યો છે. આ મુદ્દે ડે.સીએમ નીતિન પટેલે ફિક્સ પગાર કર્મચારીઓના પગાર વધારવાનો નિર્ણય કરાયાની જાહેરાત કરી છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વર્ગ-4ના કર્મચારીઓના ફિક્સ પગારમાં 63 ટકાનો વધારો કરાયો છે.વર્ગ-4ના કર્મચારીઓનો પગાર વધીને 16 હજાર થયો છે.સાતમા પગાર પંચ હેઠળ પગાર વધારો અમલી કરાશે.
વર્ગ-3ના કર્મચારીઓના પગારમાં 90 ટકાનો વધારો કરાયો છે. DySO, મામલતદારના પગારમાં 138 ટકાનો વધારો કરાયો છે.1.18 લાખ ફિક્સ પગારદાર કર્મચારીઓને લાભ મળશે.10 ટકા HRA, ટ્રાન્સપોર્ટ અને મેડિકલ એલાઉન્સ પણ મળશે.જે કાયમી થઈ ચુક્યા છે તે કર્મચારીઓને પણ મોટો લાભ મળશે.1 ફેબ્રુઆરી 2017થી નિર્ણય અમલી બનશે.ફિક્સ પે કર્મચારીઓની સેવા પ્રથમ દિવસથી જ અમલી ગણવાની માગનો સ્વીકાર કરાયો છે.અત્યાર સુધી પાંચ વર્ષ બાદ સેવા અમલી ગણાતી હતી.કોન્ટ્રાક્ટના કર્મચારીઓના ભથ્થાને લઇને પણ વિચારણા ચાલી રહી છે.આ નિર્ણય સરકારના ફિક્સ પે કર્મચારીઓ માટે લેવાયો છે.

જેમનો પગાર 10,500 હતો તેમનો પગાર 16,224 થશે.11,500નો પગાર મેળવનારને હવે 19,950 મળશે.16,500નો પગાર ધરાવનારને હવે 31,340 મળશે.17,000નો ફિક્સ પગાર મેળવનારને હવે 38,090 મળશે.
First published: January 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर