ગાંધીજીની એક સમાધી ગુજરાતમાં પણ છે!

News18 Gujarati
Updated: October 1, 2018, 11:30 PM IST
ગાંધીજીની એક સમાધી ગુજરાતમાં પણ છે!
"ન્યૂઝ 18 ગુજરાતી"એ જ્યારે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીને પુછ્યું તો, તેમણે પણ આ વાતની પુષ્ટી કરી હતી...

"ન્યૂઝ 18 ગુજરાતી"એ જ્યારે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીને પુછ્યું તો, તેમણે પણ આ વાતની પુષ્ટી કરી હતી...

  • Share this:
સંજય કચોટ, અમદાવાદ

ગુજરાત સહિત દેશભરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સૌથી ગાંધીજી સાથે જોડાયેલા કેટલાક રોચક કિસ્સાઓ.

આશ્ચર્ય ન પામો, જે શિર્ષક તમે વાંચ્યું તે એકદમ સાચુ છે. જીહાં, મહાત્મા ગાંધીની સમાધીનું સ્થળ માત્ર 'રાજઘાટ', નવી દિલ્હીમાં જ નથી, આદિપુર (કચ્છ), ગુજરાતમાં પણ છે. એ અલગ વાત છે કે, "કુછ દીન તો ગુજારો ગુજરાત મે", કેંપેનમાં આ સ્થળનો પ્રચાર-પ્રસાર ગુજરાત સરકારે નથી કર્યો!. મહત્વની વ્યંગાત્મક વાત એ છે કે, જે વિદેશી નાગરીકને આની જાણકારી છે તે તમામ લોકો અહીં આવી મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન અર્પિત કરે છે, પરંતુ "ગાંધી નિર્વાણ દિવસ"એ ભાગ્યે જ કોઈ નેતા કે સરકારી અધિકારી આ સ્થળની મુલાકાત લે છે.

આ વાતની ચર્ચા 12 ફેબ્રુઆરીએ જ કેમ? આ એટલા માટે કે, 12 ફેબ્રુઆરી, 1948 એટલે કે આજથી 70 વર્ષ પહેલા મહાત્મા ગાંધીmahatma જીના અસ્થિનું વિસર્જન અલ્હાબાદના ત્રિવેણી સંગમમાં કરવામાં આવ્યું હતું. આ સિવાય તેમની કેટલીક અસ્થિઓ ગાંધીજીના પરિવારે દેશના વિવિધ સ્થળ પર આપી હતી.

ગુજરાતના કચ્છ જીલ્લાના આદીપુર નગરની સ્થાપના કરનાર ભાઈ પ્રતાપ દયાલદાસ અને અન્ય કેટલાક વરિષ્ઠ લોકો ગાંધીજીની અસ્થિઓને આદીપુર લઈ આવ્યા હતા, ત્યારબાદ ભૂમી વિસર્જન કરી અહીં "ગાંધીજી સમાધી મંદિર"ની સ્થાપના કરવામાં આવી હતી. નવી દિલ્હીના રાજઘાટ બાદ પૂરા ભારતમાં આ એક જ એવી જગ્યા છે, જ્યાં ગાંધીજીનું બીજુ સમાધી સ્થળ છે. આ દિવસથી એટલે કે 12 ફેબ્રુઆરી 1948થી આદિપુર, નજીક ગાંધીધામનો પાયો રાખવામાં આવ્યો હતો. હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા બાદ બનેલા ગાંધીધામને વસાવવામાં પણ ગાંધીજીની મહત્વની ભૂમિકા રહી હતી. આ શહેરમાં પાકિસ્તાનના સિંઘ પ્રદેશને છોડીને આવેલા આશ્રિત (સિંધી) સમાજના લોકો મોટી સંખ્યામાં અહીં રહેતા હતા.

આદીપુરના આ સમાધી સ્થળ વિશે અને જાણકારી લેવા માટે "ન્યૂઝ 18 ગુજરાતી"એ જ્યારે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીને પુછ્યું તો, તેમણે પણ આ વાતની પુષ્ટી કરી હતી. તુષાર ગાંધીએ કહ્યું કે, "ગાંધીજીના અસ્થિઓને દેશના કેટલાક વિસ્તારમાં વિસર્જન માટે આપવામાં આવી હતી. જેમાં એક આદિપુર પણ છે. આ સમાધી સ્થળ વિશે મને જાણકારી જરૂર છે, પરંતુ મે હજુ સુધી આ જગ્યાની મુલાકાત લીધી નથી."આ સમાધીના દર્શન માટે જવાહરલાલ નહેરૂ, મોરારજી દેસાઈ અને લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતા આવી ચુક્યા છે. જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માના જન્મ સ્થળનું પુન:નિર્માણ કરાવી માંડવી (કચ્છ)ને દુનિયાના નક્શા પર લાવી દીધુ, તેવી અપેક્ષા આ સ્થળ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારે કરવી જોઈએ.
First published: February 12, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading