Home /News /kutchh-saurastra /

કચ્છ: મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિતે અનેક કાર્યક્રમો યોજાયા

કચ્છ: મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિતે અનેક કાર્યક્રમો યોજાયા

જિલ્લા

જિલ્લા ભાજપ દ્વારા ગાંધીજીની પ્રતિમાને અંજલિ અપાઇ હતી

Kutch News : વિવિધ રાજકીય પક્ષો દ્વારા મહાપુરુષોની પ્રતિમાને હાર અર્પણ કરાયા તો પાલારા ખાસ જેલ ખાતે કેદીઓ માટે નશામુકિત વિશે સમજણ અપાઈ

    Kutch News : આજે 2જી ઓક્ટોબરના મહાત્મા ગાંધી (Mahatma Gandhi Jayanti 2021 Celebration in Kutch) અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી (Lal bahadur Shahtri Janma Jayanti celebration in Kutch) નિમિત્તે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા. ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાપુરુષોની પ્રતિમા પર હાર પહેરાવી અંજલિ અપાઇ હતી સાથે જ શહેરના સફાઈ કામદારોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે કચ્છ ભાજપ દ્વારા ખાદીની ખરીદી પણ કરાઇ હતી.

    બીજી તરફ કચ્છ જિલા કોંગ્રેસ દ્વારા પણ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાઓ પર હાર પહેરાવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
    જિલ્લાની સરકારી વકીલ કચેરી અને પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને એવિડન્સ મુદ્દે પોલીસ તેમજ વકીલો માટે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યું હતું.

    ગાંધી જયંતી નિમિત્તે સરકાર દ્વારા નશા મુક્તિ અઠવાડિયુંં ઊજવવામાં આવી રહ્યું છે. આ નશા મુક્તિ અભિયાન અંતર્ગત આજે જિલ્લાની પાલારા ખાસ જેલ ખાતે કેદીઓ માટે નશા મુક્તિ વિશે નશો ન કરશો કોઈ નામનું નાટક ભજવવામાંં આવ્યું હતુ
    First published:

    Tags: Kutch news, Mahatma gandhi

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन