કંડલા ખાતે ફર્નિચર પાર્ક બનાશે; રોજગારીનું સર્જન થશે: મનસુખ માંડવિયા

દીનદયાળ પોર્ટ દ્વારા કુલ રૂપિયા 1500 કરોડ માળખાકીય સુવિધા માટે ફાળવાયા છે: મનસુખ માંડવિયા

News18 Gujarati
Updated: October 5, 2019, 5:17 PM IST
કંડલા ખાતે ફર્નિચર પાર્ક બનાશે; રોજગારીનું સર્જન થશે: મનસુખ માંડવિયા
કંડલા પોર્ટની ફાઇલ તસ્વીર
News18 Gujarati
Updated: October 5, 2019, 5:17 PM IST
કંડલા: આજે ગાંધીધામ ખાતે શિપિંગ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો ધરાવતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિમાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ તથા ટિમ્બર એસોસિએશન દ્વારા આયોજિત SICP (સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી) ફર્નિચર પાર્ક સેમિનાર યોજાયો હતો.

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યુ કે, ફર્નિચર પાર્ક પ્રોજેક્ટ કોસ્ટ 676.17 કરોડ રૂપિયા નિર્ધારિત કરાયા છે. જેમાં 180 કરોડ રૂપિયા ડીટીપીના રોકાણનો સમાવેશ થાય છે. આ સમગ્ર ફર્નિચર પાર્ક 850 એકરમાં આકાર લેશે. જેમાં 10 ટકા ગ્રીન બેલ્ટ તેમજ 69 ટકા વેચાણ યોગ્ય એરિયાનો સમાવેશ કરાયો છે. આ સાથે દીનદયાળ પોર્ટ દ્વારા કુલ રૂપિયા 1500 કરોડ માળખાકીય સુવિધા માટે ફાળવાયા છે,”.

આ સેમિનારને સંબોધતા તેમણે જણાવ્યું કે, આગામી 10 વર્ષમાં કચ્છ-કંડલા દુનિયાનું અગ્રણી ફર્નિચર હબ બનશે તથા સમગ્ર કચ્છમાં રોજગારીની વિપુલ તકો સર્જાશે. કંડલા ખાતે ફર્નિચર પાર્કમાં 70 ટકા રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવશે,”.

માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષથી સતત દેશનું અગ્ર હરોળના દીનદયાળ પોર્ટ મારફતે કચ્છની કૃષિ-બાગાયત પ્રોડક્ટ, સિરામિક પ્રોડક્ટ કચ્છ માર્ગેથી સમગ્ર દુનિયામાં નિકાસ થાય તેવી ઉજળી તકો રહેલી છે. કચ્છીઓ સમગ્ર દુનિયાભરમાં ટિમ્બર બિઝનેસમાં માહેર હોઇ, કંડલામાંથી ડીટીપી મારફતે જ્યારે 70 ટકા ટિમ્બર દેશ-દુનિયામાં નિકાસ થતું હોઇ ફર્નિચર ક્ષેત્રે પણ આગળ આવે.

શૈક્ષણિક-સામાજિક પછાત વર્ગોના કલ્યાણ તથા પ્રવાસન રાજ્યમંત્રી વાસણ આહિરે જણાવ્યું કે, કચ્છમાં ટિમ્બર ઉદ્યોગ માટે આવશ્યક 65 લાયસન્સ દ્વારા શરૂ કરાયેલE ટિમ્બર ઉદ્યોગના ફર્નિચર પાર્કના માધ્યમથી મોટુ સપનું સાકાર થવા જઇ રહ્યું છે. આ સિવાય, નજીકના ભવિષ્યમાં ગાંધીધામ ખાતે સિટી સર્વે કચેરી ખોલાશે,”.

કંડલા કોમ્પ્લેક્ષના વેપારી મંડળ વતી હેમચંદ્ર યાદવે ગાંધીધામથી દિલ્હીની વધુ ટ્રેન, ફર્નિચર પાર્ક માટે પ્રશિક્ષણ કેન્દ્ર તેમજ ટેક્સ હોલિડે મળવા સહિતના સુચનો કર્યા હતા.
Loading...

આ અવસરે મનસુખ માંડવિયાના હસ્તે કુલ રૂ. 140.56 કરોડના ખર્ચે 14.5 મેગા વૉટ ક્ષમતાની પવન ઉર્જાની પરિયોજના ખુલ્લી મુકાઇ હતી. તેમજ રૂપિયા 45.51 કરોડના ખર્ચે કાર્ગો જેટીની 13. 10 કિલોમીટરની આંતરિક રેલ યોજનાનો ડિજિટલના માધ્યમથી પ્રારંભ કરાયો હતો.

 
First published: October 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...