કચ્છ: નામથી તો સંત છે, પણ કામ છે અશ્લિલ. કેસરી કપડાં ધારણ કરીને સંત હોવાનો ઢોંગ કરે અને પાછળથી આવા ગોરખધંધા કરે છે. કચ્છમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. કેસરી કપડાં ધારણ કરી અને ભગવાનના ભક્ત બનેલા એક સાધુની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેને લઈને ખળભળાટ મચી ગયો છે.
વાયરલ થયેલી ઓડિયો ક્લીપમાં સાધુ ખુદ્દ કબૂલ કરે છે કે તેના સંબંધો એક નહિં પરંતુ 3-3 મહિલાઓ સાથે હતા. જેમાં પણ તે એક મહિલાને ભેંસ કહેતો હોવાનું પણ તેને કબૂલાત આપી છે. ત્રણેય મહિલાઓ સાથે સાધુની મુલાકાત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર થઈ હતી.
આમ ત્રણેય મહિલાઓ સાથેના અનૈતિક સંબંધ હોવાની વાત ખુદ્દ સાધુએ કબૂલતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ તો આ ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. જો કે આ ઓડિયો ક્લીપની પુષ્ટી ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર