કચ્છ : પોલીસને મોટી સફળતા, Pakistan માટે જાસૂસી કરવાના આરોપમાં ચાર શખ્સો ઝડપાયા

કચ્છ : પોલીસને મોટી સફળતા, Pakistan માટે જાસૂસી કરવાના આરોપમાં ચાર શખ્સો ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

કચ્છ પશ્ચિમ પોલીસે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIને માહિતી અને તસવીરો પહોંચાડવાના આરોપમાં ચાર જાસૂસોને દબોચી લીધા

 • Share this:
  જનક દવે, અમદાવાદ : પાકિસ્તાનના (Pakistan) ઇશારે સેનાના (Army) ઠેકાણાની (Basin) માહિતી આપવાના આરોપમાં કચ્છ (Kutch) પશ્ચિમ પોલીસે (Police) ચાર શખ્સોની ધરપકડ કરી છે. કચ્છમાં આવેલા નલિયાના એરબેઝની (Naliya Airbase) જાણકારી અને તેના ફોટોગ્રાફ્સ (Photographs) પાકિસ્તાનને (Pakistan) સપ્લાય કરવાના આરોપમાં આ ચાર શખ્સો ઝડપાયા છે. પોલીસે ઝડપેલા શખ્સોને ઑફિશિયલ સિક્રેટ્સ એક્ટ (IOSA) અંતર્ગત પકડવામાં (arrest) આવ્યા છે. પોલીસ ઝડપાયેલા કથિત જાસૂસોની આકરી પૂછપરછ કરી છે ટૂંક સમયમાં આ મામલે મોટો ખુલાસો થવાના સંકેતો મળી રહ્યા છે.

  ઝડપાયેલા શખ્સો ગદ્દારો પાસેથી પૈસા મેળવતા હતા તેવી માહિતી મળી છે. કચ્છ પશ્ચિમ પોલીસનું આ સૌથી મોટું ઑપરેશન છે. લાંબા સમયથી પોલીસે ચાર વ્યક્તિઓ નજર નાંખીને બેઠી હતી. આ ચાર વ્યક્તિઓ લાંબા સમયથી જાસૂસી કરી રહ્યા હતા જેના પર પોલીસની બાજ નજર હતી. જાસૂસો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIને માહિતી આપી રહ્યાની આશંકા હતી.  આ પણ વાંચો :  Yes Bank સંકટ: EDએ યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ કરી

  હવાલાથી પૈસા મેળવતા હતા

  પ્રાપ્ત માહિતી મુજબ આ ચાર શખ્સો નલિયામાં આવેલા ભારતીય વાયુ સેનાના થાણાની માહિતી અને તસવીરો પાકિસ્તાન મોકલી રહ્યા હતા. આ શખ્સો પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIને માહિતી સપ્લાય કરી રહ્યા હતા જેના બદલામાં તેમને ભારતમાં હવાલાથી પૈસા મળી રહ્યા હતા. પોલીસની તપાસમાં આ મામલે હજુ પણ મોટા ખુલાસા થવાના સંભાવના છે.

  પોલીસે વૉચ રાખી હતી

  પોલીસે તેમના લાંબા સમયથી વૉચ રાખી હતી અને તેમની સત્તાવાર રીતે ધરપકડ કરી છે. આ ચારેય શખ્સોની હાલ પૂછપરછ થઈ રહી છે. સાંજ સુધીમાં પોલીસ મોટો ધડાકો કરે તેવી સંભાવના છે. કચ્છ એક સરહદીય જિલ્લો છે ત્યાંથી આ પ્રકારની માહિતી પાકિસ્તાની જાસૂસી સંસ્થાને આપવી ગુનો બને છે. તેમની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. સાંજ સુધીમાં તેમની ધરપકડ દર્શાવી અને તેમની વધુ માહિતી મળે તેવી સંભાવના છે.

  આ પણ વાંચો :  અપશુકનિયાળ શનિવાર : બનાસકાંઠામાં હીટ એન્ડ રનના બે બનાવ, પિતા-પુત્રી સહિત ત્રણનાં મોત

  ચારેય શખ્સો સ્થાનિક

  પ્રાપ્ત અહેવાલો મુજબ આ ચારેય શખ્સો સ્થાનિક છે. નલિયા એરબેઝ અતિ સંવેદનશીલ વિસ્તાર છે. આ શખ્સો સામે માહિતી પહોંચાડવાનો અને પૈસા મેળવવાનો આરોપ છે ત્યારે પોલીસને મોટું નેટવર્ક તોડી પાડવામાં સફળતા મળે તેવી શક્યતા નકારી નથી શકાતી.

   
  First published:March 08, 2020, 08:07 am

  टॉप स्टोरीज