Home /News /kutchh-saurastra /કચ્છની દરિયાઇ સીમામાંથી ડ્રગ્સના ચાર પેકેટ બિનવાસી મળ્યા

કચ્છની દરિયાઇ સીમામાંથી ડ્રગ્સના ચાર પેકેટ બિનવાસી મળ્યા

ડ્રગ્સ સાથે પકડાયેલા છ પાકિસ્તાની

કચ્છની દરિયાઇ જળસીમાં બિનવારી દ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે સતત ત્રીજા દિવસે પણ ડ્રગ્સના ચાર પેકેટ મળી આવ્યા છે.

    મેહુલ સોલંકી, કચ્છઃ કચ્છની દરિયાઇ જળસીમાં બિનવારી દ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે સતત ત્રીજા દિવસે પણ ડ્રગ્સના ચાર પેકેટ મળી આવ્યા છે. બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન લક્કી ક્રિક વિસ્તારમાંથી કરોડોની કિંમતના ડ્રગ્સો જથ્થો મળી આવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, ગત તા. 21મી મેં ના કચ્છના જખૌ બંદર નજીક ભારતીય જલ સીમામાંથી 1000 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ અને 6 શખ્સો ઝડપાયા હતા. પાકિસ્તાનના કરાચીથી આવેલા ડ્રગ્સના મસમોટા જથ્થા અંગે તપાસના ધમધમાટ માટે ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓ ભુજની કોર્ટમાં રજૂ કરાયા હતા. જેઓના બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતા આજે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા.જેમાં કોર્ટે 6 પાકિસ્તાની શખસોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવા આદેશ કર્યો છે.

    વિશેષમાં જો વાત કરીએ તો આ ડ્રગ્સનો મોટો જથ્થો ભારત તરફથી કોણ લેવા જવાનું હતું અને જથ્થો કોને સપ્લાય થવાનો હતો. તે મુદ્દે રિમાન્ડ દરમિયાન પૂછપરછના આધારે ભારતીય રીસીવરનું નામ ખુલવા પામ્યું છે. જેની ધરપકડ કરી દેવાઈ છે. જામનગર જિલ્લાના રમઝાન ગનીફ હાલાણી નામનો શખ્સ આ 1000 કરોડના ડ્રગ્સની ડિલિવરી લેવાનો હતો.ભારતમાં જે ડ્રગ્સ આવ્યું તે જથ્થો રમઝાન લેવા જવાનો હતો તેની ભૂમિકા રીસીવર અને કેરિયર તરીકેની બહાર આવી છે. રમઝાનને પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવાયો છે.

    નોંધનીય છે કે , જખૌ બંદરેથી અલ મદીના નામની બોટમાંથી 217 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું બોટમાંથી 47 હજારની ચલણી નોટો અને એક સ્માર્ટફોન અને પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા હતા ભારતમાં ડ્રગ્સ ડિલિવરી કરવા પેટે પાકિસ્તાની 6 શખશોને 10-10 લાખ રૂપિયા મળવાના હતા
    Published by:ankit patel
    First published:

    Tags: ગુજરાત, ડ્રગ્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन