Home /News /kutchh-saurastra /

કચ્છ: અબડાસાના ભાનાડા ગામની સીમમાં દેખાયા આ દુર્લભ પક્ષી

કચ્છ: અબડાસાના ભાનાડા ગામની સીમમાં દેખાયા આ દુર્લભ પક્ષી

ભાનાડા ગામની સીમમાં ધોરાડ દેખાતાં ધારાસભ્ય દ્વારા ટ્વીટ કરાયું હતું

બે મહિના પહેલા કેન્દ્ર સરકારે રાજ્ય સભામાં સૂચવ્યું હતું કે કચ્છના ધોરાડ અભ્યારણમાં એક પણ ધોરાડ નથી.

    કચ્છ : સોમવારના વન વિભાગના અધિકારીઓ અને અબડાસા તાલુકાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ધોરાડ પક્ષીનું નિરીક્ષણ કરવા ગયેલા ત્યારે તેમને ૪ ધોરાડ પક્ષીઓ દેખાયા હતા. ધોરાડ પક્ષી દેખાતા તેના વિશે માહિતી અને ફોટાઓ ધારાસભ્ય દ્વારા ટ્વીટર પર મુકાયા હતા. પ્રદ્યુમનસિંહના જણાવ્યા અનુસાર અબડાસા તાલુકાના ભાનાડા ગામની સીમમાં આ દુર્લભ પક્ષી દેખાયા હતા.

    ટુંક સમય પહેલા દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આ દુર્લભ પક્ષીના સંરક્ષણ માટે ધોરાડ અભ્યારણમાં વીજ લાઈન જમીન નીચેથી પસાર કરવા સૂચન અપાયું હતું. તે બાદ જુલાઈ મહિનામાં રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સાંસદ શક્તિસિંહ ગોહિલ ના પ્રશ્નો ઉત્તર આપતા જણાવાયું હતું કે કચ્છના ધોરાડ અભ્યારણમાં એક પણ ધોરાડ નથી.

    કચ્છ એ વિવિધ પ્રકારના પક્ષીઓ અને વન્યજીવોનો વસવાટ ધરાવે છે. પછી તે ઘુડખર હોય, સુરખાબ હોય કે પછી ચિંકારા કે દીપડા. કચ્છમાં જોવા મળતું આવું જ એક દુર્લભ પક્ષી છે ધોરાડ અને આ પક્ષી માટે કચ્છના અબડાસા તાલુકામાં જખૌ પાસે ખાસ એક અભ્યારણ બનાવવામાં આવ્યું છે.

    કચ્છમાં ધોરાડ નામથી ઓળખાતા ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઇન્ડિયન વાઈલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની અનુસૂચિ ૧ માં સ્થાન મેળવે છે અને સાથે જ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચરની રેડ લિસ્ટમાં આવતા એક દુર્લભ પક્ષી ગણાય છે. આ પક્ષી માટે કચ્છમાં ૨૦૦ હેક્ટરથી વધારે જગ્યામાં જખૌ પાસે અભ્યારણ બનાવવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે ભાનાડા ગામ આ ધોરાડ અભયારણ્યની પૂર્વ દિશાએ અમુક કિલોમીટર દૂર હોતાં પક્ષીઓ આસપાસના વિસ્તારમાં પણ જોવા મળી રહે છે. પણ હવે એ વાત નક્કી છે કે કચ્છમાં હજુ પણ ધોરાડ પક્ષી જોવા મળે છે અને આ દુર્લભ પક્ષીની કાળજી રાખવા સરકારે પ્રયત્નો કરતા રહેવા પડશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन