Home /News /kutchh-saurastra /

Kutch: ડેમની પેટા કેનાલમાં લગાવાયેલા પાઇપમાં ભરસતાચર થયાની ફરિયાદ સાથે ક્રોસ ચેકની માંગ કરાઇ

Kutch: ડેમની પેટા કેનાલમાં લગાવાયેલા પાઇપમાં ભરસતાચર થયાની ફરિયાદ સાથે ક્રોસ ચેકની માંગ કરાઇ

જિલ્લા

જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

Mandvi તાલુકામાં આવેલાં વિજયસાગર ડેમની પેટા કેનાલ બનાવવામાં નાના કદના પાઇપ વાપરી મોટા પાઇપનો બિલ બનાવી ભ્રષ્ટાચાર કર્યા હોવાનો જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતાના આક્ષેપ

    કચ્છ:  માંડવી તાલુકાના (Mandvi) કોજાચોરા (Kojachora village) ગામે વિજયસાગર ડેમના (Vijaysagar Dam) મુખ્ય કેનાલમાંથી બ્રાંચ કેનાલના કામમાં ભ્રષ્ટાચાર (Corruption) થયું હોવાનું કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી. કે. હુંબલે આક્ષેપ કર્યા હતા. આ કામ માટે સર્વે નં 210 માં 900 એમ.એમ. ડાયામીટરના પાઈપના કામ માટે તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી કામ મંજુર કરવામાં આવેલ.

    આ એક જ કામગીરી હોવા છતાં જુદા-જુદા બે પ્લાન એસ્ટીમેન્ટ બનાવવામાં આવેલ. પાર્ટ -1 માં. 3,99,172/- અને પાર્ટ-2માં રૂ. 3,97,143 કુલ્લ રૂ. 7,96,316 નું કામ મંજુર કરવામાં આવેલ. આ કામનું ટેન્ડર કરવું ના પડે એટલા માટે એક જ કામના બે પાર્ટ કરી દેવામાં આવેલ. આ કામ માટેના પ્લાન એસ્ટીમેટ જીલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા બનાવવામાં આવેલ છે જેમાં આ કામગીરી માટે કુલ્લ 280 રનીંગ મીટર, 900 એમ.એમ. ડાયામીટરના પાઈપ નાખવાના હતા તેમજ ચેમ્બર બનાવવાનું અને ખોદાણનું કામ કરવાનું હતું.

    તાલુકા પંચાયત મારફતે આ કામગીરી કોજાચોરા ગ્રામ પંચાયતને આપવામાં આવેલ હતી અને આ કામ પૂરું થયા સરકારી ધારાધોરણ મુજબ કામના માપ લઇ એમ.બી રેકર્ડ કરવાની જવાબદારી સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર તેમજ કાર્યપાલક ઈજનેર દ્વારા કરવામાં આવેલ છે જેમાં પ્લાન એસ્ટીમેન્ટ મુજબ 900 એમ.એમ. ડાયામીટરના પાઈપ નાખવામાં આવેલ છે તેવું બીલ બનાવવામાં આવેલ છે અને જેની એમ.બી. પણ રેકર્ડ કરવામાં આવેલ હશે પરંતુ જેની સામે આ કામે 750 ડાયામીટરના પાઈપ વાપરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: Dhandhuka Murder: કિશન પર ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપીઓની તસવીર આવી સામે

    આ કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર હોવાનું જાણ થતા ત્યાના સ્થાનિક ખેડૂત દ્વારા ટી.ડી.ઓ. અને ડી.ડી.ઓ.ને પણ જાણ કરવામાં આવી હતી અને આ કામગીરીનું ચુકવણું પુરતી તપાસ કર્યા સિવાય ન કરવાની રજૂઆત કરવામાં હતી તેમ છતાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી આ કામનું પણ ચુકવણું કરી દેવામાં આવેલ છે. આ કામમાં મુખ્ય જવાબદાર સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, ટી.ડી.ઓ. સરપંચ અને તલાટી છે કારણ કે તેમને જાણ હોવા છતાં કામનું ચુકવણું પણ કરવામાં આવ્યું છે તેવા આક્ષેપ પૂર્વ વિપક્ષી નેતાએ કર્યા હતા

    આ પણ વાંચો: સુરત: રણજી ટ્રોફીમાં મેચ રમાડવાને બહાને યુવક પાસેથી મહિલા ક્રિકેટરે 15 લાખ પડાવ્યા

    આ કામગીરી અંગે વિપક્ષ દ્વારા સ્થળ પર રૂબરૂ જઈને તપાસ પણ કરવામાં આવી હતી અને પાઈપનું માપ લેતા પાઈપ 750 એમ.એમ. ડાયામીટરના રાખવામાં આવ્યા હતા તેવું બહાર આવ્યું હતું જેથી એક પાઈપ દીઠ રૂ. 2500 નો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે અને કુલ 115 પાઈપ લેખે અંદાજીત રૂ. 3 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર ખાલી પાઈપમાં જ કરવામાં આવ્યો છે તેવું પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલે જણાવ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ

    આગામી સમાચાર