કચ્છમાં કપરી સ્થિતિ: પશુધન માટે વધુ ઘાસચારો ફાળવો-પૂર્વ રાજ્યમંત્રી

News18 Gujarati
Updated: January 20, 2019, 3:32 PM IST
કચ્છમાં કપરી સ્થિતિ: પશુધન માટે વધુ ઘાસચારો ફાળવો-પૂર્વ રાજ્યમંત્રી
કચ્છમાં વધુ ઘાસચારો આપવા માંગણી કરાઇ છે.

તારાચંદ છેડાએ સરકાર પાસે કચ્છનાં પશુધન માટે વધુ ઘાંસચારો ફાળવવા માટે માંગણી કરી

  • Share this:
પૂર્વ રાજયમંત્રી અને અછત સમિતિના પ્રતિનિધિ એવા તારાચંદ છેડાએ કચ્‍છના પશુધન માટે રાજય સરકાર પાસે ઘાસની વધુ ફાળવણી કરાય તેવી રજૂઆત કરવા બેઠકમાં ઠરાવ કરવા સહિતની બાબતે વહીવટીતંત્ર પાસેથી રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણી દ્વારા કચ્‍છને અછતગ્રસ્‍ત જાહેર કર્યાં તારીખથી ઘાસચારાની શું પરિસ્‍થિતિ છે તે અંગેની સમગ્ર વિગતો જાણવા માંગી હતી.

જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહનનાં અધ્‍યક્ષપદે કલેકટર કચેરીનાં કોન્‍ફરન્‍સ હોલમાં અછત સમિતિની બેઠકમાં રાજય સરકાર દ્વારા નિયત કરાયેલ પશુદીઠ ઘાસચારાની પૂર્તિ માટે પૂરતા પ્રયાસો હાથ ધરવા પર ભાર મુકી સરકાર દ્વારા કચ્‍છની અછતની પરિસ્‍થિતિમાં ગંભીરતાથી પગલાં ભરી જાતે સમીક્ષા કરાઇ રહી છે, ત્‍યારે પશુપાલકોને પૂરતાં પ્રમાણમાં ઘાસ ઉપલબ્‍ધ થાય તે બાબતે ખાસ ભાર મૂકયો હતો.

તારાચંદ છેડાએ સરકાર પાસે વધારે કચ્છના પશુધન માટે ઘાસની ફાળવણી માટે માંગ કરીશું તેમ કહી અગાઉ કચ્‍છમાં અછત દરમિયાન ઢોરવાડાની સંખ્‍યા વધુ હોવાનું પણ ઉમેર્યું હતું. નરા ડેમમાં સ્‍વામિનારાયણ ગુરૂકુળ સહિત સંસ્‍થાકીય ધોરણે ઘાસચારા વાવેતરમાં જુવાર બિયારણની કીટની માંગ હોવાનું જણાવી તેમણે ૧૦ ટન બિયારણની માંગ સામે જરૂરી વધુ બિયારણ સર્વ સેવા સંઘ સંસ્‍થા દ્વારા પૂરૂ પાડવા તૈયારીની તૈયારી દર્શાવી હતી.

ખાસ કરીને અછતના કામોમાં ડેમમાં ભરાયેલી માટી કાઢવાના કામનો સમાવેશ કરી ખેડૂતો માટે માટી ઉપયોગમાં લેવાય તેવું સૂચન છેડાએ કર્યું હતું.

જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહન દ્વારા કચ્‍છમાં ઢોરવાડા ખોલવા માટે તંત્ર દ્વારા પણ એટલી જ ઝડપથી કામગીરી કરવા પ્રાંત કક્ષાએ સીધું માર્ગદર્શન આપી ૧૪ દિવસમાં કેટલ કેમ્‍પની મહત્તમ અરજીઓ નિકાલ કરાતી હોવાનું જણાવ્‍યું હતું. આ ઉપરાંત કચ્‍છમાં શરૂ કરાયેલા ૨૨૫ ઘાસડેપો ઉપર રોટેશનથી ઢોરદીઠ નિયમાનુસાર ઘાસની ફાળવણીની વિગતો આપતાં અધિક કલેકટર કે.એસ.ઝાલાએ જણાવ્યું હતું કે,
First published: January 20, 2019, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading