કચ્છ: અછતની સ્થિતિમાં પણ ઘાંસચારાનું વાવેતર વધ્યું

રવિ ઋતુ વર્ષ ૨૦૧૭-૧૮ માં કુલ.૧૭૮૨૫ હેક્ટર ઘાસચારા વાવેતરની સામે આ વર્ષે કુલ ૩૬૯૯૨ હેક્ટર ઘાસચારાનું વાવેતર થયું છે,

News18 Gujarati
Updated: May 2, 2019, 2:40 PM IST
કચ્છ: અછતની સ્થિતિમાં પણ ઘાંસચારાનું વાવેતર વધ્યું
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 2, 2019, 2:40 PM IST
ભુજ: કચ્છ જીલ્લામાં ઓછા વરસાદ થવાને અછત ની પરિસ્થિતિ ઉભી થયેલ છે. કચ્છ જીલ્લામાં પશુધન ની સંખ્યા બહોળા પ્રમાણમાં હોઈ તેના નિભાવ માટે ઘાસચારો તેમજ પાણીની પ્રાથમિક જરૂરીયાત રહે છે. ઓછા વરસાદ ને કારણે ચોમાસામાં ઘાસચારા પાકો તેમજ અન્ય પાકોનું વાવેતર ઓછું થયેલું હતું.

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરતા ખેતીવાડી વિભાગ, આત્મા યોજના, સરહદ ડેરી તથા અન્ય સામાજીક સંસ્થાઓ દ્વારા પિયત ની સુવિધા ધરાવતા ખેડૂતો વધુમાં વધુ ઘાસચારાનું વાવેતર કરે તેવા પ્રયત્નો કરવામાં આવેલો છે.

ખેતીવાડી વિભાગ, જીલ્લા પંચાયત, કચ્છ દ્વારા રૂ.૧૮.૫૭ લાખ ની સહાય થી ૨૨૯૬ ઘાસચારા કિટ (૭૫% સહાય થી) વિતરણ કરવામાં આવેલ,ત્યાર બાદ ખેતીવાડી વિભાગ, ગાંધીનગર દ્વારા અછત અંગે RKVY AFDP હેઠળ ખાસ યોજના મંજુર કરી આ પ્રોજેક્ટ અંર્તગત કુલ રૂ. ૧૫૬.૬૫ લાખ ની ૧૪૪૩૦ વિનામુલ્યે ઘાસચારા કિટ નું વિતરણ પુર્ણ કરવામાં આવ્યું છે. તેમજ આત્મા યોજના, કચ્છ દ્રારા રૂ.૧.૦૦ લાખ ની સહાય થી કુલ ૮૦૯ ઘાસચારા કિટ વિનામુલ્યે વિતરણ કરવામાં આવી છે.

સરહદ ડેરી દ્રારા પણ ડેરીના સભ્ય ખેડૂતોને કુલ ૧૦૦૦૦ કિટ નું વિતરણ કરવામાં આવ્યુ છે. શ્રી સર્વ સેવા સંઘ, કચ્છ દ્વારા ૮૦૦ ખેડૂતોને ૫૦% સહાય થી ઘાસચારા મકાઈ બિયારણ વિતરણ કરવામાં આવ્યું છે, તેમજ ૫૦ ખેડૂતોને વિનામુલ્યે ઘાચચારા કિટ ઉપરાંત ૨૩ પાંજરાપોળોને વિનામુલ્યે ઘાસચારા મકાઈ બિયારણ ની કિટ વિતરણ કરવામાં આવેલ છે. અછત શાખા, કલેકટર કચેરી દ્વારા લખપત તાલુકાના નરા ડેમ વિસ્તારમાં સ્વેછીક સંસ્થાઓ ઘાસચારા વાવેતર ની પહેલ કરવામાં આવેલી છે.

કચ્છ જીલ્લામાં રવિ ઋતુ વર્ષ ૨૦૧૭-૧૮ માં કુલ.૧૭૮૨૫ હેક્ટર ઘાસચારા વાવેતરની સામે રવિ ઋતુ ૨૦૧૮-૧૯ માં કુલ ૩૬૯૯૨ હેક્ટર ઘાસચારાનું વાવેતર થયેલું હતું, જેથી ગત વર્ષ કરતા ચાલુ અછત વર્ષમાં કચ્છ જીલ્લામાં ઘાસચારા વાવેતર માં રવિ ઋતુ માં ૨૦૭% નો વધારો થયેલો છે તેમ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવ્યું છે.

તેવી જ રીતે ઉનાળું ૨૦૧૭-૧૮ માં ૧૦૭૧૯ હેક્ટર ની સામે ઉનાળું ઋતુ ૨૦૧૮-૧૯ માં ૧૬૨૭૭ હેક્ટર ઘાસચારા વાવેતર થયેલુમ છે, જે ગત વર્ષ કરતા અછત વર્ષ માં કચ્છ જીલ્લામાં ઘાસચારા વાવેતરમાં ૧૫૨ % જેટલો વધારો થયેલો છે.
Loading...

જીલ્લાના પિયત ધરાવતા ખેડૂતોએ બહોળા પ્રમાણ માં ઘાસચારાનું વાવેતર કરી અંદાજીત ૮.૦૦ લાખ ટન જેટલો લીલો ઘાસચારો ઉત્પન કરી, કચ્છ જીલ્લાના પશુધનને નિભાવમાં સહકાર આપ્યો છે, જેના ફળરૂપે પશુપાલકોને પશુ નિભાવમાં આંશીક રાહત થયેલી છે.
First published: May 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...