ભુજ: હમીરસર તળાવમાં દાયકાઓથી તરતા પાંચ વૃદ્ધ પોરબંદરના તોફાની દરિયામાં 2kmની તારણ પૂરી કરી
ભુજ: હમીરસર તળાવમાં દાયકાઓથી તરતા પાંચ વૃદ્ધ પોરબંદરના તોફાની દરિયામાં 2kmની તારણ પૂરી કરી
પાવડી ગ્રુપ
ભુજનો હમીરસર તળાવ અનેક દાયકાઓથી શહેરના રહેવાસીઓ માટે અનેક રીતે ઉપયોગી બને છે. વર્ષોથી આ તળાવમાં શહેરના અનેક લોકો નહાવા પણ જાય છે તો શહેરના અનેક રહેવાસીઓના મોઢે સંભાળવા મળે કે તેઓ હમીરસર તળાવમાં તરતા શીખ્યા છે.
kutch news: શરીરની કસરત માનવને હંમેશ યુવાન રાખે છે અને તે પુરવાર કર્યું છે કચ્છના પાવડી ગ્રુપ તરીકે જાણીતા તરવૈયાઓમાંથી પાંચ સિનિયર સિટીઝન (Senior Citizen) પોરબંદરના તોફાની દરિયામાં બે કિલોમીટરની તાર પૂરી કરી હતી.
ભુજનો હમીરસર તળાવ અનેક દાયકાઓથી શહેરના રહેવાસીઓ માટે અનેક રીતે ઉપયોગી બને છે. વર્ષોથી આ તળાવમાં શહેરના અનેક લોકો નહાવા પણ જાય છે તો શહેરના અનેક રહેવાસીઓના મોઢે સંભાળવા મળે કે તેઓ હમીરસર તળાવમાં તરતા શીખ્યા છે. 1985થી હમીરસર તળાવની પાવડી પરથી ઠેંકડા મારી તરવા પડતાં લોકોનો પાવડી ગ્રુપ બન્યો હતો અને ત્યારથી રોજ સવારે બાળકોથી માંડી વૃદ્ધ સુધી તળાવના આ ભાગે સ્વિમિંગ કરે છે.
હાલમાં જ આ પાવડી ગ્રુપના પાંચ સિનિયર સિટીઝન સહિત કુલ સાત લોકો પોરબંદર ખાતે સી સ્વિમિંગ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. પોરબંદરના તોફાની અરબી સમુદ્રમાં ભુજના આ પાંચ વૃદ્ધ તરવૈયાઓએ સરેરાશ 40 મિનિટમાં દરિયામાં બે કિલોમીટરની તાર પૂરી કરી હતી.
પાવડી ગ્રુપના 61 વર્ષીય કિરીટ મહેતા, 67 વર્ષીય બિહારી શાહ, 60 વર્ષીય મુકેશ લાખાણી, 61 વર્ષીય અબ્દુલ અઝીઝ ટાંક અને 50 વર્ષીય બિપિન જોબનપુત્રા ઉપરાંત 38 વર્ષીય જીગ્નેશ બુધભટ્ટી અને 18 વર્ષીય દર્પણ વરસાણીએ ભાગ લીધો હતો. હરહંમેશથી હમીરસર તળાવમાં જ તર્યા હોય પ્રથમ વખત પોરબંદરના તોફાની અરબી સમુદ્રમાં તરવા ગયેલા આ સૌ લોકોએ 45 મિનિટથી પણ ઓછા સમયમાં બે કિલોમીટર કાપ્યા હતા.
કિરીટભાઈએ 44.14 મિનિટ, બિહારીભાઈએ 44.59 મિનિટ, મુકેશભાઈએ 45.12 મિનિટ, અબ્દુલભાઈએ 43.01 મિનિટ, બિપિનભાઈએ 43.47 મિનિટ, જીગ્નેશભાઈએ 41.43 મિનિટ તેમજ દર્પણભાઈએ એક કિલોમીટર 20 મિનિટમાં પૂરા કર્યા હતા.
News18 saathe khaas વાતચીત કરતા પાવડી ગ્રુપના કિરીટભાઈ મહેતાએ જણાવ્યું હતું કે દરિયામાં તરવું તળાવમાં તરવા કરતા ઘણું અલગ હતું. "દરિયાનો ખારો પાણી શરીર માટે ખૂબ ભારી પડે છે અને આપણા તરફ સતત આવતા મોજા આપણને તરવામાં વિઘ્ન બને છે."
"આજના યુવાનો અમારા આ સાહસથી પ્રેરણા લઈ દૈનિક કસરત કરે તે જરૂરી છે. રોજ કસરત કરી અથવા ઓછામાં ઓછી 45 મિનિટ સ્વિમિંગ કરી લોકો પોતાના શરીરને તંદુરસ્ત રાખી શકે છે," તેવું કિરીટભાઈએ કહ્યું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર