કચ્છઃ છેલ્લા 40 દાયકાથી યોજાતા આપણી સરહદ ઓળખો કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાંથી 18 થી 35 વર્ષના યુવાનો કચ્છ તેમજ કચ્છની લગતી આંતરરાષ્ટ્રીય સરહદનો પ્રવાસ કરે છે. 22 ઓક્ટોબર થી શરૂ થયેલા આ પ્રવાસમાં કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી ફક્ત 50 યુવાનોને ભાગ લેવા મળ્યો છે. કચ્છના વિવિધ સ્થળો સહિત બનાસકાંઠાના સરહદીય નડાબેટ વિસ્તારની મુલાકાત લઇ આ કાર્યક્રમ પુર્ણ થશે.