kutch news: લોક અદાલતમાં કચ્છ જિલ્લામાં 5500 કેસો મૂકવામા આવ્યા
kutch news: લોક અદાલતમાં કચ્છ જિલ્લામાં 5500 કેસો મૂકવામા આવ્યા
લોક અદાલત
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (National Legal Services Authority) હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કચ્છમાં શનિવારે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
kutch news: શનિવારે જિલ્લાની દરેક કોર્ટમાં લોક અદાલતનું (Lok adalat) આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (National Legal Services Authority) હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કચ્છમાં શનિવારે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે જિલ્લાની દરેક કોર્ટ દ્વારા લોક અદાલતમાં મૂકી શકાય તેવા નાના કેસો શોધી તેનો નિકાલ લાવવનું પ્રયાસ કરવામાં આવ્યું હતું. જિલ્લાની દરેક કોર્ટમાં ભેગા કરી કુલ 5,500 આવા નાના કેસો લોક અદાલતમાં મુકાયા હતા જેમાં લગ્ન સંબંધી કેસો, વીમા કંપનીના કેસો, ચેક બાઉન્સના કેસો તેમજ અન્ય નાના કેસો મુકાયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર