આતંકી હુમલાની દહેશત વચ્ચે સતત બીજા દિવસે કચ્છની ક્રિકમાંથી ઝડપાઇ પાકિસ્તાની બોટ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 13, 2017, 11:36 AM IST
આતંકી હુમલાની દહેશત વચ્ચે સતત બીજા દિવસે કચ્છની ક્રિકમાંથી ઝડપાઇ પાકિસ્તાની બોટ
સતત બીજા દિવસે કચ્છની ક્રિકમાંથી પાકિસ્તાની બોટ ઝડપાતા ચકચાર મચી છે. એક તરફ દેશમાં આતંકી હુમલાની દહેશત છે ત્યારે કચ્છની સીમા પર ઘુસણખોરીની ઘટનાથી પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે. ચાર ઘૂસણખોરો ભાગવામાં સફળ રહ્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 13, 2017, 11:36 AM IST
સતત બીજા દિવસે કચ્છની ક્રિકમાંથી પાકિસ્તાની બોટ ઝડપાતા ચકચાર મચી છે. એક તરફ દેશમાં આતંકી હુમલાની દહેશત છે ત્યારે કચ્છની સીમા પર ઘુસણખોરીની ઘટનાથી પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે. ચાર ઘૂસણખોરો ભાગવામાં સફળ રહ્યા છે.

નોધનીય છે કે, આગળના દિવસે પણ કચ્છની દરિયાઈ સીમામાં ઘુસી આવેલા  છ પાકિસ્તાની ઘુસણખોરોને બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીે પકડી પાડીને પોલીસને હવાલે કર્યા હતા.  ભારત પાકિસ્તાન વચ્ચે સ્થિતી તંગ છે ત્યારે આ ઘુસણખોરીની ઘટનાથી એજન્સીઓ સર્તક બની છે.પોલીસના જણાવ્યા પ્રમાણે  પાકિસ્તાનના શાહુ બંદરના પાંચ આધેડ વય અને અને એક સગીર બાળક સહિતના છે લોકો  દરિયાઈ સીમામાં ઘુસી આવ્યા હતા. તમામ ને પકડી લેવાયા છે. જોકે તેઓ સામાન્ય માછીમાર હોવાનું પ્રાથમિક તબકકે જણાઈ રહયું છે. તેમની બોટને કિનાર લાવવા સમયે ડુબી ગઈ હતી. હાલ તમામની પુછપરછ બાદ ભૂજ ખાતે જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં ખસેડવામાં આવશે.

First published: May 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर