ભુજ: બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ 4 ઑક્ટોબર થી 31 ઑક્ટોબર સુધી સામાન્ય તેમજ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખુલ્લુ મુકવામાં આવેલું છે.
આથી કચ્છ જિલ્લાના બાગાયતદાર ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાકીય ઘટકોમાં સહાય મેળવવા આઇ ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in ) પર ઓનલાઇન અરજી કરવી જેમાં બાગાયતદાર ખેડુતોને પપૈયા વાવેતર, ટીસ્યુ કેળ વાવેતર, ટીસ્યુ ખારેક, બાયો કંટ્રોલ લેબોરેટરી, ફાર્મ મીકેનાઇઝેશન, મલ્ચિગ, કાચા- પાકા મંડપ, કોલ્ડ સ્ટોરેજ, સંકલીત પેક હાઉસ વીથ શોર્ટિગ, ગ્રેડિગ ફેસિલિટી વગેરે જેવા વિવિધ ઘટકોમાં અરજી કરો.
આ તમામની પ્રીન્ટ સાથે જરૂરી સાધનીક કાગળો ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક (આધાર લીન્ક)ની નકલ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં ૩૨૦, બીજો માળ ,બહુમાળી ભવન, ભુજ ખાતે પહોંચતી કરવા નાયબ બાગાયત નિયામક-ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
ટેકાના ભાવે બાજરી વેચવા 31 ઑક્ટોબર સુધી ઓનલાઇન નોંધણી કરાવો
રાજય સરકાર દ્વારા લધુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન-૨૦૧૯-૨૦ અંતર્ગત બાજરીની ખરીદી માટે ઓનલાઇન તા.૩૧/૧૦/૨૦૧૯ સુધી નોંધણી કરાવી શકશે અને બાજરીની ખરીદી તા.૩૧/૧૨/૨૦૧૯ કરવામાં આવશે તેવું નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-૨) ગુ.રા.ના.પુ.નિ.લી., ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર