Home /News /kutchh-saurastra /kutch news: કચ્છમાં નર્મદા મુદ્દે સરકાર પગલાં નહીં લે તો આવતા દિવસોમાં કચ્છમાં પણ જન આંદોલન થશે

kutch news: કચ્છમાં નર્મદા મુદ્દે સરકાર પગલાં નહીં લે તો આવતા દિવસોમાં કચ્છમાં પણ જન આંદોલન થશે

કચ્છના ખેડૂતો

kutch news: 2006માં રાજ્ય સરકાર દ્વારા (Gujarat Government) ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને નર્મદાના એક-એક મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાની સૈધાંતિક મંજૂરી અપાઈ હતી.

kutch news: કચ્છમાં નર્મદાના પાણીને (kutch narmada water) લઈને ફરી એક વખત ખેડૂતો ધરણાં (farmer dharna) પર બેસવાના છે. આવતા મંગળવારે જિલ્લાભરમાંથી ખેડૂતો ભુજમાં (bhuj) ભેગા થઈ ધરણાં પર બેસવાના છે અને જો 20 જાન્યુઆરી સુધી સરકાર તરફથી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ત્યાર બાદ અચોક્કસ મુદ્દત સુધી ધરણાં અને કચ્છ બંધ કરવામાં આવશે. 2006માં રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને નર્મદાના એક-એક મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાની સૈધાંતિક મંજૂરી અપાઈ હતી. આજે 15 વર્ષ બાદ કચ્છમાં હજુ ટેસ્ટિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ નથી.

રવિવારે પ્રેસ કોંફરેન્સમાં મીડિયા સાથે વાત કરતા ભારતીય કિસાન સંઘના કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું કે કિસાન સંઘ દ્વારા છેલ્લા 22 મહિનામાં 18 વખત મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી, ધરણાં યોજી તેમજ રૂબરૂ મુલાકાત કરી નર્મદા મુદ્દે વ્યથા વ્યક્ત કરાઈ છે. "વિજય રૂપાણી બાદ નવા મંત્રી મંડળને પણ અને આ મુદ્દે રજૂઆત કરી છે પણ દર વખતે સરકાર પાસેથી એક જ જવાબ આવે છે કે કામ ચાલુ છે. મૌખિક સૂચનાઓ અનેક વખત આપવામાં આવી છે પણ આજ સુધી જમીની હકીકત પ્રમાણે કામ થયું નથી," તેવું શિવજીભાઈએ કહ્યું હતું.

ગત સોમવારે જ કચ્છ જિલ્લામાં નર્મદાના પાણી ઉપરાંત અનેક મુદ્દાઓ પર અનેક તાલુકાઓમાં ધરણાં યોજવામાં આવ્યા હતા અને હવે આવતા મંગળવાર તારીખ 11 ફેબ્રુઆરીના ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાભરમાંથી ખેડૂતો ધરણાં કરવા પહોંચશે. આ વખતે કિસાન સંઘને કચ્છના અનેક સમજો તેમજ સંસ્થાઓનું સહકાર મળ્યું છે જેમાં કચ્છના લેવા પટેલ, કડવા પટેલ, પાટીદાર, લોહાણા, આહિર, ગઢવી, ક્ષત્રીય, ગુર્જર ક્ષત્રીય, રબારી, દલિત, કોલી, મુસ્લિમ સહિતના સમાજોએ સમર્થન જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ-Ahmedabad: ધામધૂમથી ઉજવાઈ શ્વાનની બર્થડે પાર્ટી, તલવારથી કેક કપાઈ, સ્ટંટ થયા, ત્રણ ઝડપાયા

ઉપરાંત ૪૦૦ ગ્રામ પંચાયતો, ટ્રક એસોસિયેશન, કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, વેપારી એસોસિયેશનો ઉપરાંત સ્વામિનારાયણ મંદિર, વાંઢાય ઇશ્વરાશ્રમ, રૂદ્રમાતા જાગીર, કંગ, અંજાર સચ્ચિદાનંદ મંદિર, નારાયણસરોવર જાગીર, એકલધામ ભરૂડિયા, ઓધવરામજી ટ્રસ્ટ રાતા તળાવ, આર્થ અધ્યયન કેન્દ્ર ભુજ, હાજલદાદા ભારાપર જાગીર, મોરજર અખાડો, પૂંજલ દાદા અખાડો, રવિભાણ આશ્રમ બિબર અને વિરાણી સહિતના સંતો મહંતોએ પણ લોક લડતને ટેકો જાહેર કર્યો છે તેવું શિવજીભાઈએ જણાવ્યું હતું.

"નર્મદાનું પાણી એ હવે ફક્ત ખેડૂતોનો પ્રશ્ન નથી પણ સમગ્ર કચ્છના માનવીઓનું પ્રશ્ન છે. અમે જિલ્લાના સરહદીય તાલુકાઓના પ્રવાસ વખતે જાણ્યું છે કે લખપત અને અબડાસાના છેવાડાના ગામોમાંથી ખેડૂતો અને સામાન્ય લોકો પિયાઉ પાણી ન હોતાં નખત્રાણા તરફ સ્થળાંતર કરી રહ્યા છે," શિવજીભાઈએ કહ્યું હતું.

આ પણ વાંચોઃ-surat crime news: માથાભારે બુટલેગર રાજુ ઉપર ફાયરીંગ, બેની ધરપકડ 

સંઘ દ્વારા જણાવાયું છે કે 11 તારીખના ધરણાં બાદ જો 20 તારીખ સુધી સરકાર તરફથી કોઈ યોગ્ય જાહેરાત નહીં થાય તો 21 તારીખથી કિસાન સંઘ દ્વારા ભુજમાં અચોક્કસ મુદતના ધરણા, ધારાસભ્યો, સાંસદ અને રાજકીય કાર્યક્રમોનો બહિષ્કાર અને જરૂર પડ્યે કચ્છ બંધના એલાન સહિતના વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

વધુમાં ઉમેરતાં શિવજીભાઈએ જણાવ્યું હતું કે, કચ્છને નર્મદાના વધારાના એક મીલિયન એકર ફીટ પાણી મળે તો 10 લાખ એકર જમીનને સિંચાઇનો ફાયદો થશે. આ ઉપરાંત આ પાણીથી કચ્છના તમામ નાની, મોટી, મધ્યમ સિંચાઇના ડેમો અને નાના-મોટા તળાવો છલકાય તેમ છે. આમ વધારાના પાણીથી સૂકા મૂલક તરીકે જાણીતો આ સરહદી જિલ્લો નંદનવનમાં ફેરવાઇ શકે તેમ છે.

વર્ષ ૨૦૦૬માં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને એક એક મીલિયન એકર ફીટ પાણી આપવાની જાહેરાત કરાઇ હતી. આ પૈકી ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના પૂર્ણ થઇ ગઇ છે અને સૌરાષ્ટ્ર માટે સૌની યોજના પૂર્ણતાના આરે છે. એકમાત્ર કચ્છને જ વધારાના પાણી ન ફાળવીને લાંબા સમયથી અન્યાય થઇ રહ્યો છે જેને હવે સાંખી નહીં લેવાય.

આ પણ વાંચોઃ-surendranagar crime: રળોલમાં ઘરે આવવાની ના પડાતા મિત્રએ મિત્રને ઘારિયા વડે રહેંસી નાંખ્યો

"ખેડૂતો અને લોકોના આ પ્રશ્નને સરકાર વચા નહીં આપે તો આ એક જન આંદોલનમાં ફેરવાશે અને તેની અસર આવનારી વિધાનસભાની ચુંટણી પર પણ પડી શકે છે," તેવું શિવજીભાઇએ કહ્યું હતું.

સરહદીય કચ્છ રણ વિસ્તાર હોતાં પાણીને સતત તરસે છે. અનેક વખત દુષ્કાળ જોયા બાદ જ્યારે નર્મદાનું પાણી કચ્છ પહોંચાડવાના વખતોવખત ફક્ત વાયદા થયા છે ત્યારે હવે કચ્છના આ પ્રાણ પ્રશ્ન માટે અહીંના ખેડૂતો દિલ્હી ખાતે પંજાબના ખેડૂતોએ ચલાવેલ ચળવળ જેમ આંદોલન કરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
First published:

Tags: Farmers Protest, Gujarati news, Kutch news