અબડાસા તાલુકામાં ખેડૂતો મોટે ભાગે તલ, મગ, મગફડી, એરંડા વગેરે વાવે છે. આ ખેડૂતો કહે છે કે એરંડા સિવાયનો લગભગ પાક સુકાઈ ગયો છે અને હવે જો વરસાદ સારો પડે તો પણ ફક્ત એરંડા બચી શકે છે.
કચ્છ: આ વર્ષે કચ્છમાં વરસાદ ખેડૂતો (Farmers) ને ખૂબ રરદવી રહ્યું છે. ચોમાસાની શરૂઆતમાં અમુક દિવસો સુધી વરસ્યા (Rain) બાદ મેઘરાજા જાણે ગુમ જ થઈ ગયા હોય તેમ વરસાદ પાછળ ખેંચાઈ ગયો હતો. છેલ્લા બે દિવસથી આગાહી અનુસાર જિલ્લા(Distric)માં વિવિધ તાલુકા (Taluka)માં વરસાદ થઈ રહ્યો છે. પણ ખેડૂતોના મતે આટલા લાંબા વિરામ બાદ હવે પાકને કોઈ ફાયદો નથી. અબડાસા તાલુકામાં ખેડૂતો મોટે ભાગે તલ, મગ, મગફડી, એરંડા વગેરે વાવે છે. આ ખેડૂતો કહે છે કે એરંડા સિવાયનો લગભગ પાક સુકાઈ ગયો છે અને હવે જો વરસાદ સારો પડે તો પણ ફક્ત એરંડા બચી શકે છે.