કચ્છઃ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના (state) ચાર જિલ્લાના ખેડૂતો (farmers) માટે રાહત પેકેજ જાહેર કર્યા બાદ લાંબા સમયથી સહાયની માંગ કરતાં કચ્છના ખેડૂતોમાં રોષ દેખાયો છે. જિલ્લામાં ચોમાસા દરમિયાન દોઢ મહિનો વરસાદ વરસ્યો ન હતો જે કારણે જિલ્લાના ખેડૂતો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા માંગ કરી રહ્યા હતા. કચ્છને કોઇ રાહત પેકેજ ન મળતા હવે જિલ્લાના ખેડૂતો સર્વે વગર જ તાત્કાલિક સહાય આપવાની માંગ કરી રહ્યા છે.