kutch news: ધોરણ 10 અને 12ની પરીક્ષા 28 માર્ચથી 12મી એપ્રિલ સુધી લેવામાં આવશે જેમાં કચ્છના (kutch) 44,235 વિદ્યાર્થીઓ કચ્છભરમાં (Board Exams in Kutch) વિવિધ સ્થળે પરીક્ષા આપશે.
કચ્છઃ સમગ્ર રાજ્યમાં (Gujarat) આગામી 28 તારીખથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા (Gujarat Board Exams) યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું ભાવિ ઘડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે પરીક્ષા સારી રીતે પસાર થાય તે માટે જિલ્લા શિક્ષણ તંત્ર (District Education Officer) દ્વારા પણ સર્વે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 28 માર્ચથી 12મી એપ્રિલ સુધી લેવામાં આવશે જેમાં કચ્છના (kutch) 44,235 વિદ્યાર્થીઓ કચ્છભરમાં (Board Exams in Kutch) વિવિધ સ્થળે પરીક્ષા આપશે.
કચ્છ જિલ્લામાં લેવામાં આવનારી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 30,736 જ્યારે ધોરણ 12ના 13,499 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જિલ્લામાં પાંચ ઝોનલ અધિકારીઓ સાથે પાંચ ઝોનમાં ધોરણ 10 ના 30,736 પરીક્ષાર્થીઓ ભુજ, ગાંધીધામ, નખત્રાણાના 36 કેન્દ્ર અને 113 બિલ્ડીંગોમાં અને 1062 બ્લોકમાં તેમજ ધોરણ 12ના 13,499 પરીક્ષાર્થીઓ ભુજ અને ગાંધીધામના 17 કેન્દ્રોની 52 બિલ્ડીંગોના 447 બ્લોક પરના પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા આપશે.આ વખતે ભચાઉમાં બાલાસર અને લાકડીયા ખાતે નવા પરીક્ષા સેન્ટરો પણ શરૂ કરાયા છે.
તો જિલ્લા કલેકટર દ્વારા પરીક્ષાર્થીઓ સ્વસ્થતાપૂર્વક, શાંતિથી અને ગેરરીતિ વગર પરીક્ષા આપે તે માટે ઝોનલ ઓફીસરો, નિરીક્ષકો અને પરીક્ષકોને જરૂરી અગત્યના સૂચનો કરવામાં આવ્યા છે. બિલ્ડીંગોની ચકાસણી, સીસીટીવી કેમેરા, મોબાઇલ કે સ્માર્ટ વોચ સાથે ના રાખવા દેવા તેમજ પરીક્ષા કેન્દ્ર પર તેમજ તેની નજીકના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને વિજીલન્સ ઓફિસરોને કરવાની કામગીરી પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા સ્થળ સુધી બસમાં લઇ જવાની અને જયાં બસ સગવડો નથી ત્યાં ખાનગી વાહનોની સગવડ પણ પરીક્ષાર્થીઓ માટે કરવામાં આવી છે. ઉપરાંત પરીક્ષાર્થીઓને પરીક્ષાના દિવસે ફૂલ, આપી મીઠુ મોં કરી શુભકામનાઓ પાઠવવામાં આવશે.
પરીક્ષાની છેલ્લી ઘડીએ તકેદારી રાખવાની બાબતો
ઉપરાંત હવે જ્યારે પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શિક્ષણ અધિકારીએ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ખૂબ સાવચેતીપૂર્વક આ દિવસોમાં વાંચવું જોઈએ અને ધ્યાન દઈને રિવિઝન કરવું જોઈએ જેથી કરીને સારું પરિણામ આવે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના વાલી તેમજ શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયારી કરાવવી જોઈએ.
પરીક્ષા ને માત્ર હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓએ ભયમુક્ત,સ્વસ્થતાથી તથા ગેરરીતિ વિના પરીક્ષા આપવી જોઈએ એવું જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. બી. એન. પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 SSC અને ધોરણ 12 HSC ના નિયમિત, રીપીટર, ખાનગી અને પૃથક ઉમેદવારોની જાહેર તેમજ ધોરણ 10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 સંસ્કૃત મધ્યમાની પરીક્ષા કચ્છ જિલ્લામાં ભયમુકત, સ્વસ્થતાપૂર્વક અને ગેરરીતિવગર, શાંતિપૂર્ણ સોહાર્દમાં પૂર્ણ કરવામાં આવે તેમજ જિલ્લાના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્વક પરીક્ષા પૂર્ણ થાય તેવી ચર્ચા જિલ્લા કલેકટર દ્વારા યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર