Home /News /kutchh-saurastra /

કચ્છ: નિવૃત્તિ બાદ કુકમા ગામનું આ દંપતી શ્રમ સાથે કરી રહ્યા છે અનોખુ દાન

કચ્છ: નિવૃત્તિ બાદ કુકમા ગામનું આ દંપતી શ્રમ સાથે કરી રહ્યા છે અનોખુ દાન

છાણા

છાણા બનાવતા બુઝુર્ગ

વાલજીભાઈ રોજ સવારે ચાર વાગે ઉઠી અને ગામમાંથી રસ્તા ઉપર પડેલો ગાયનો ગોબર એકત્ર કરી તેના છાણા બનાવી અને સ્મશાનમાં દાન આપી સેવા કરી રહ્યા છે.

    કચ્છ : કચ્છ જિલ્લાના (kutch news) ભુજ તાલુકાના કુકમા ગામના નિવૃત્ત વૃદ્ધ દંપતી દ્વારા (couple) અનોખી સેવા કરી ઢળતી ઉંમરે પણ પુણ્યનું ભાથું બંધાઈ રહ્યું છે. સરકારી નોકરીમાંથી (Government job) નિવૃત્ત થયા બાદ વાલજીભાઈ અનોખી સેવા કરી રહ્યા છે. વાલજીભાઈ રોજ સવારે ચાર વાગે ઉઠી અને ગામમાંથી રસ્તા ઉપર પડેલો ગાયનો ગોબર એકત્ર કરી તેના છાણા બનાવી અને સ્મશાનમાં દાન આપી સેવા કરી રહ્યા છે. છેલ્લા સાત વર્ષથી વહેલા ઉઠે ગોબર એકત્ર કરીને ઘરે બપોર સુધી છાણા બનાવે છે તેમજ સાત વર્ષથી હોળીકા દહન તેમજ બે વર્ષથી સ્મશાનમાં આ બનાવેલા છાણા દાન કરી રહ્યા છે. દરરોજ 70થી 120 જેટલા છાણા બનાવે છે.

    79 વર્ષના વાલમજીભાઈ અને તેમના પત્ની દરરોજ સવારે 4 વાગે ગામમાં ગાયનું ગોબર એકત્ર કરવા નીકળે છે. ગાયનું ગોબર એકત્ર કર્યા બાદ ઘરે આવી તેના છાણા બનાવે છે અને દર અઠવાડિયે અથવા 15 દિવસે તે સર્વે છાણા નું ગામના સ્મશાન માં દાન કરે છે. આ ઉપરાંત તેઓ હોળીના તહેવાર નિમિત્તે હોલિકા દહન માટે પણ આ છાણાનું દાન કરે છે તેમજ કોઈ પણ અજાણી વ્યક્તિ જો તેમની પાસે છાણા માંગવા આવે તો તેમને પણ નિશુલ્ક રૂપે છાણા આપે છે.
    First published:

    Tags: Gujarati News News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन