અઠવાડિયા પહેલા કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામે મંદિરમાં પ્રવેશ બાબતે અનુસૂચિત જાતિના લોકો પર હુમલો થયા બાદ રાજકીય દળોએ તેમની મુલાકાત લીધી હતી. મંગળવારે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ વિભાગના કાર્યકરો દ્વારા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે ખેડૂતોની મુલાકાત લેવાઈ હતી. મંગળવારે અનુસૂચિત જાતિના સમાજ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા પીડિતોને રૂપિયા એક-એક લાખની સહાય આપવામાં આવી હતી. સમાજ કલ્યાણ કચેરીના અધિકારીઓ દ્વારા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે પીડિતોની મુલાકાત લઇ સહાયના ચેક અર્પણ કરાયા હતા.