હું લડવૈયો અને યોદ્ધા છું, મેદાન નહીં છોડું: પૂર્વ IPS ડી.જી.વણઝારાનું શક્તિ પ્રદર્શન

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 24, 2017, 6:11 PM IST
હું લડવૈયો અને યોદ્ધા છું, મેદાન નહીં છોડું: પૂર્વ IPS ડી.જી.વણઝારાનું શક્તિ પ્રદર્શન
પૂર્વ IPS ડી.જી.વણઝારાએ અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. જગન્નાથ મંદિરથી સામાજીક એકાત્મતા મહારેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.રાજકારણમાં ઝંપલાવવા અંગે ડી.જી.વણઝારાએ સંકેત આપ્યા હતા. હું લડવૈયો અને યોદ્ધા છું, મેદાન નહીં છોડુ.જિંદગીનો અસલી દાવ આજથી શરૂ થાય છે. અત્યાર સુધી મેં અને મારા પોલીસ અધિકારીઓએ ફિંલ્ડીંગ ભરી છે. હવે હું બેટિંગ કરીશ.'
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 24, 2017, 6:11 PM IST
પૂર્વ IPS ડી.જી.વણઝારાએ અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. જગન્નાથ મંદિરથી સામાજીક એકાત્મતા મહારેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.રાજકારણમાં ઝંપલાવવા અંગે ડી.જી.વણઝારાએ સંકેત આપ્યા હતા. હું લડવૈયો અને યોદ્ધા છું, મેદાન નહીં છોડુ.જિંદગીનો અસલી દાવ આજથી શરૂ થાય છે. અત્યાર સુધી મેં અને મારા પોલીસ અધિકારીઓએ ફિંલ્ડીંગ ભરી છે. હવે હું બેટિંગ કરીશ.'

vanjara

એન્કાઉન્ટર વિવાદમાં 8 વર્ષ સુધી જેલવાસ ભોગવી ચુકેલા પુર્વ આઇપીએસ ડી.જી.વણઝારાએ આજે જગન્નાથ મંદિરે પુજા અને દર્શન કર્યા બાદ રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. રેલીમાં બાઈક અને ડીજે સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા.

નોધનીય છે કે, 24 એપ્રિલ 2007માં સોહરાબુદીન કેસમાં ધરપકડ બાદ આઠ વર્ષ જેલમાં અને એક વર્ષ મુંબઈમાં રહ્યાં બાદ નિવૃત આઈપીએસ ડી. જી. વણઝારાનો આ ગતવર્ષે એપ્રિલ મહિનામાં જ ગુજરાત પ્રવેશ થયો છે.

પૂર્વ IPS ડી. જી. વણઝારા ટાગોર હોલ ખાતે સન્માન સમારંભ કાર્યક્રમ
કાર્યક્રમમાં ડી. જી. વણઝારાનું નિવેદન
'જેલમાંથી આવ્યા બાદ નાગરિકો તરફથી ખૂબ ભારે સન્માન મળ્યું તેનો આનંદ છે'
'જેલમાં ડી. જી. વણઝારા સહિત અન્ય
પોલીસ અધિકારીઓને ખતમ કરવાની પૂરેપૂરી સાજીશ રચાઇ હતી'
'આર્થિક, સામાજિક અને શારીરિક રીતે ખતમ કરવાની સાજીશ હતી'
'ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટરો કાયદાકીય રીતે યોગ્ય છે'
'પંજાબના પૂર્વ સીએમ બી. એન. સિંઘને આતંકવાદીઓએ ખતમ કર્યા હતા'
'ઇન્દિરા ગાંધીને પણ ખતમ કર્યા હતા'
'રાજીવ ગાંધીને પણ ખતમ કર્યા હતા'
'પરંતુ ગુજરાત પોલીસે જે તે સમયના સીએમ નરેન્દ્ર મોદીને મારવા આવેલા'
'આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરાયું હતું'
'જો ના કર્યું હોત તો હાલમાં દેશને નરેન્દ્ર મોદી પી.એમ. તરીકે ન મળત'
'આતંકવાદીઓ પોતાના ધારેલું નિશાન પાર પાડે છે'
First published: April 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर