કચ્છ : ચાર મિનિટમાં બે ભૂકંપનાં આંચકા અનુભવાયા, કેન્દ્રબિંદુ ભચાઉ

કચ્છ : ચાર મિનિટમાં બે ભૂકંપનાં આંચકા અનુભવાયા, કેન્દ્રબિંદુ ભચાઉ
પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  કચ્છ : કચ્છમાં ફરી ભૂકંપનો ભારે આંચકો અનુભવાયો છે. 4.6 મેગ્નિટ્યુડનો આંચકો અનુભવાયો છે. તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર NNE છે. જેનો સમય બપોરે 12:57 નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત બપોરે 1.1 કલાકે રાજકોટથી 78 કિલોમીટર દૂર 4.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. જેનુ કેન્દ્રબિંદુ પણ કચ્છનું ભચાઉ છે. એટલે  ત્રણથી ચાર મિનિટમાં બે ભૂકંપનાં આંચકા અનુભવાયા છે.

  ગુજરાતભરમાં રવિવારે રાત્રે 8.13 કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. કચ્છના ભચાઉ પાસે વોંધ ગામ નજીક એપી સેન્ટર ધરાવતા 5.8ની તીવ્રતાના આ ભૂકંપે માત્ર કચ્છ જ નહીં પરંતુ રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત પાટણ, બેચરાજી સહિતના ઉત્તર ગુજરાતના ભાગોને પણ હચમચાવી દીધા હતા. આ ભૂકંપના આંચકા છેક અમદાવાદ અને વડોદરા સુધી પણ અમુક સેકન્ડ સુધી અનુભવાયા હતા.  આ પણ વાંચો - સુરત : તલાટી સામે 50 હજારની લાંચની ફરિયાદ, ઓડિયો રેકોર્ડિંગના આધારે ગુનો દાખલ

  આ પણ જુઓ -  

  આ ભૂકંપની સૌથી વધુ અસર રાજકોટ જિલ્લામાં જોવા મળી છે. જિલ્લાના જેતપુર, વિરપુર (જલારામ), ધોરાજી, ઉપલેટા, જામકંડોરણામાં આંચકો અનુભવાયો છે. જેને પગલે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જિલ્લામાં 8 વાગ્યે અને 14 મિનિટે ભૂકંપના બે આંચકા આવ્યા હતા. જ્યારે મોરબીમાં 7થી 8 સેકન્ડ સુધી ધરા ધ્રુજી હતી. જ્યારે ઉપલેટામાં દિવાલ ધરાશાયી થઈ ગઈ છે.
  First published:June 15, 2020, 13:29 pm

  टॉप स्टोरीज