Earthquake: ફરી કચ્છની ધરતી પાંચ વખત ધ્રૂજી, મિઝોરમના ચમ્ફાઈમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ

Earthquake: ફરી કચ્છની ધરતી પાંચ વખત ધ્રૂજી, મિઝોરમના ચમ્ફાઈમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ
આ ઉપરાંત ઉત્તર પૂર્વી રાજ્ય મિઝોરમમાં પણ રવિવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.6 માપવામાં આવી હતી. ભૂકંપ ચમ્ફાઈથી દક્ષિણ-પશ્વિમમાં 52 કિલોમિટર દૂર એપી સેન્ટર હતી.

આ ઉપરાંત ઉત્તર પૂર્વી રાજ્ય મિઝોરમમાં પણ રવિવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.6 માપવામાં આવી હતી. ભૂકંપ ચમ્ફાઈથી દક્ષિણ-પશ્વિમમાં 52 કિલોમિટર દૂર એપી સેન્ટર હતી.

 • Share this:
  ભચાઉઃ કોરોનાના કહેર (coronavirus) વચ્ચે આજે રવિવારે ફરીથી કચ્છની (kutch) ધરતી ધ્રૂજી હતી. રવિવારે કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. isr.gujarat.gov.in ઉપર આપેલી માહિતી પ્રમાણે રવિવારે કચ્છના અલગ અલગ વિસ્તારમાં ભૂકંપના 5 આંચકા અનુભવાયા હતા. ભચાઉથી 14 કિલોમિટર દૂર એપીસેન્ટર નોંધાયું છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વી રાજ્ય મિઝોરમમાં પણ રવિવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.6 માપવામાં આવી હતી. ભૂકંપ ચમ્ફાઈથી દક્ષિણ-પશ્વિમમાં 52 કિલોમિટર દૂર એપી સેન્ટર હતી.

  ભૂકંપના વિસ્તાર પૂર્વક વાત કરીએ તો કચ્છના ભચાઉમાં સાંજે 5.11 વાગ્યે 4.2 તીવ્રતા, દુધઈમાં સાંજે 4.32 વાગ્યે 2.1 તીવ્રતા, ખાવડામાં બપોરે 3.32 વાગ્યે 1.7 તીવ્રતા, રાપરમાં સવારે 1.50 વાગ્યે 1.8 તીવ્રતા, દુધઈમાં સવારે 11.42 વાગ્યે 1.6 તીવ્રતા નોંધાઈ હતી.  આ ઉપરાંત ઉત્તર પૂર્વી રાજ્ય મિઝોરમમાં પણ રવિવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.6 માપવામાં આવી હતી. ભૂકંપ ચમ્ફાઈથી દક્ષિણ-પશ્વિમમાં 52 કિલોમિટર દૂર એપી સેન્ટર હતી. બે-ત્રણ સપ્તાહ પહેલા મિઝોરમમાં અનેક વખત લોકોએ ભૂંકપના આંચકા અનુભવ્યા હતા. આ પહેલા મિઝોરમમાં ચમ્ફાઈ જિલ્લામાં શુક્રવારે બપોરે 4.6ની તીવ્રતાનો ભૂકંપ આપ્યો હતો. છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં છઠ્ઠો ભૂકંપ હતો. અધિકારીઓએ આ જાણકારી આપી હતી.

  રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (National Centre for Seismology) પ્રમાણે ભૂકંપ બપોરે આશરે બે વાગ્યેને 35 મિનિટ ઉપર આવ્યો હતો. જેનું કેન્દ્ર ચમ્ફાઈથી 52 કિલોમિટર દૂર દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં હતું. જેની ઉંડાઈ 25 કિલોમિટર અંદર હતી. ચમ્ફાઈની ઉપાયુક્ત મારિયા સિટી જુઆલીએ જણાવ્યું કે ભૂકંપથી કોઈ હાની થઈ નથી.

  ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા દેશના અલગ અલગ રાજ્યોમાંથી સતત ભૂકંપના આંચકા અનુભવાની ખબર આવી રહી છે. આ વચ્ચે મિઝોરમના ચમ્ફાઇમાં શુક્રવારે બપોરે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો. જેમાં ડરના કારણે લોકો પણ પોતાના ઘરથી બહાર ભાગી નીકળ્યા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપેલી જાણકારી મુજબ રિક્ટર સ્કેલમાં આ ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે. અને અનેક ઘરોની દિવાલો પર તીરાડ પણ પડી છે.

  આ પણ વાંચોઃ-માતા-પિતાઓ માટે ખુશખબર! પુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ

  આ ભૂંકપનો તીવ્ર આંચકો મિઝોરમમાં બપોરે 2:35 વાગે આવ્યો હતો. અને તેને ચમ્ફાઇની આસપાસના લોકોએ અનુભવ્યો હતો. જો કે હાલ કોઇ જાન માલના નુક્શાનની જાણકારી મળી નથી. સાથે જ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પણ જાણી નથી શકાયું.

  નોંધનીય છે કે ગુરુવારે પણ લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલમાં આ ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર 119 કિલોમીટર દૂર કારગિલના ઉત્તર પશ્ચિમમાં હતું. આ ભૂકંપ બપોરે 1:11 વાગે આવ્યો હતો. લદાખમાં એક સપ્તાહમાં આ બીજી વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા 26 જૂને પણ અહીં 4.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદ સિવિલને મારી જરૂર છે' : કોરોના વોરિયર્સની હૂંકાર, સિવિલના 56 વર્ષીય હેડ નર્સે કોરોનાને આપી મ્હાત

  આ પણ વાંચોઃ-આવા ઠગથી સાવધાન! અમદાવાદમાં ઘરની બાજુમાં ATM લગાવવાની લાલચ યુવકને રૂ.3.59 લાખમાં પડી

  લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયાની થોડી વાર પછી જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે બપોરે 2 વાગે આવ્યા હતા અને તેની તીવ્રતા 3.6 હતી.
  Published by:ankit patel
  First published:July 05, 2020, 18:24 pm

  ટૉપ ન્યૂઝ