Home /News /kutchh-saurastra /કચ્છ: હત્યાના ત્રણ આરોપીઓને દિલ્હી પોલીસે ગુપ્ત ઓપરેશનમાં ગાંધીધામથી પકડ્યા

કચ્છ: હત્યાના ત્રણ આરોપીઓને દિલ્હી પોલીસે ગુપ્ત ઓપરેશનમાં ગાંધીધામથી પકડ્યા

પોલીસે આરોપીની ઘરપકડ કરી હતી.

મિત્રની હત્યા કરી દિલ્હીથી નાસેલ ત્રણ આરોપીઓને દિલ્હી પોલીસે કચ્છના ગાંધીધામથી ગુપ્ત ઓપરેશનમાં પકડ્યા

કચ્છ: દિલ્હી પોલીસે હત્યાના ગુનામાં નાસતા ત્રણ યુવકોને ગુપ્ત ઓપરેશનમાં ગાંધીધામથી પકડી પાડયા. ગત મહિને થયેલા ખૂનમાં બિહાર થઈને ગાંધીધામ આવી છુપાયેલા ત્રણ આરોપીઓને 4500 કિલોમીટર પીછો કરી ગાંધીધામથી ઉઠાવ્યા છે.

ગત 26 ડિસેમ્બરે દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં રહેતા રેશમા પુરીએ પોતાના પુત્ર સંતોષની ગુમનોંધ દાખલ કરાવી હતી. અનેક પ્રયાસો બાદ પણ પોલીસને કોઈ પુરાવા હાથે લાગ્યા ન હતા જ્યારે બાદ સંતોષના પરિવારે ફરી 28 તારીખે સંતોષ છેલ્લે તેમના જ વિસ્તારના રહેવાસીઓ પ્રિન્સ, હર્શુ, જાવેદ અને પરસ સાથે જોયો હોવાની વાત કહી હતી. અનેઆક્ષેપ કર્યો હતો કે તેમણે સંતોષનું અપહરણ કર્યું છે. આ ફરિયાદ મુજબ પોલીસે અપહરણનો ગુનો નોંધી ચારેય યુવકોની તપાસ શરૂ કરી હતી.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રિન્સ, જાવેદ, હર્ષ અને પારસ ચારેય 19 વર્ષીય યુવકો તેમના ઘરે કાનપુર પ્રિન્સના નાનીને મળવા જવાનું કહીને નીકળ્યા હતા. દિલ્હી પોલીસની ટીમે કાનપુર પ્રિન્સના નાનીના ઘરે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યુવકો ત્યાં પહોંચ્યા જ ન હતા. આ વચ્ચે પોલીસને બાતમી મળી હતી કે પ્રિન્સને તેના મૂળ ગામ ગયા, બિહારમાં જોવામાં આવ્યો હતો. પોલીસે ગયામાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક સ્થાનિક પવન નામના યુવક સાથે તેઓ આગ્રા નીકળ્યા હતા જ્યાંથી તેઓ રાજસ્થાન અથવા ગુજરાત તરફ વળ્યા હતા.

આ પણ વાંચો: કચ્છની ધરતીના પેટાળમાં તેલ અને નેચરલ ગેસનો ભંડાર: જાણો કઈ વિગતો આવી PDEUના સંશોધનમાં

પોલીસ દ્વારા બે ટીમ બનાવી રાજસ્થાન અને ગુજરાત મોકલાઈ હતી અને ટ્રેન નંબર 12942ના રૂટની તપાસ કરી આખરે બન્ને ટીમ કચ્છના ગાંધીધામમાં ભેગી થઈ હતી. ગાંધીધામના પરપ્રાંતીયોનું રહેઠાણ ધરાવતી ઝૂંપડપટ્ટીમાં પોલીસે પ્રિન્સ, હર્શુ અને જાવેદને પકડી પાડયા હતા. શરૂઆતમાં ત્રણેય યુવકોએ કંઈ ખોટું કર્યાની વાત નામંજૂર કરી હતી પણ દિલ્હી લઈ આવ્યા બાદ ત્રણેય સંતોષને માર્યાની કબૂલાત કરી હતી.

આરોપીઓની કબૂલાત મુજબ પ્રિન્સે એક યુવતીને પ્રભાવિત કરવા સંતોષની જાકીટ માંગી હતી પણ પ્રિન્સે તેની મજાક ઉડાવી હતી જે વાતનું મનદુઃખ રાખી બદલો લેવાનું નક્કી કર્યું હતું. ત્રણેય આરોપીઓએ સંતોષને પાર્ટી કરવા આમંત્રિત કર્યું અને દારૂ પીવડાવ્યા બાદ જ્યારે સંતોષ દારૂના નશામાં ચકચુર હતો ત્યારે તેના પગ, પેટ અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે માર માર્યા હતો. સંતોષની હત્યા કરી તેની બોડીને નાળામાં ફેંકી દિલ્હીથી નાસી છૂટયા હતા.

આ પણ વાંચો: અનેક વિસ્તારોમાં ભરશિયાળે છવાયો વરસાદી માહોલ, સંભાળજો હજી છે માવઠાની આગાહી

ત્રણેય આરોપીઓ શાળા અભ્યાસ અધુરો મૂકી મજૂરી કામ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે આ સમગ્ર ઓપરેશન ગુપ્ત રીતે પાર પાડ્યું હતું અને ગાંધીધામ પોલીસને અથવા પૂર્વ કચ્છ પોલીસને જાણ કર્યા વગર ત્રણેય આરોપીઓને ઉઠાવી ગયા હતા.
First published:

Tags: Kutch, Kutch Police, કચ્છ, દિલ્હી પોલીસ