Home /News /kutchh-saurastra /

Kutch: દીનદયાળ પોર્ટ ટ્રસ્ટમાં મરીન પાયલોટ તરીકે આટલા પદ માટે ભરતી, મળશે આટલું વેતન

Kutch: દીનદયાળ પોર્ટ ટ્રસ્ટમાં મરીન પાયલોટ તરીકે આટલા પદ માટે ભરતી, મળશે આટલું વેતન

ફાઈલ તસવીર

કંડલા ખાતે આવેલા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ પર મરીન પાયલોટ માટે ચાર જગ્યાઓ પર ભરતી ચાલુ થઈ છે

    કચ્છ: કચ્છના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા મરીન પાયલોટ માટે ચાર જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. દરિયામાં વહાણ ચલાવવા માટે યોગ્ય ઉમેદવારો માટે કંડલા પોર્ટ તરફથી ઉત્તમ તક મળી શકશે. કચ્છમાં આવેલા કંડલા પોર્ટ, જે હવે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના નામે ઓળખાય છે, દ્વારા વહાણ ચાલકો એટલે કે મરીન પાયલોટ માટે ચાર જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. 65 વર્ષ સુધીના લોકો ત્રણ વર્ષમાં કરાર હેઠળ આ ભરતી માટે અરજી કરી શકશે.

    આ ભરતી ત્રણ અલગ અલગ સ્કીમ હેઠળ કરવામાં આવશે. સ્કીમ 1 હેઠળ ઉમેદવારોને પાયલોટ વહાણમાં 16 હજાર GRT માટે એક દિવસના રૂ. 10 હજાર આપવામાં આવશે. દિવસના ભાગે 20 હજાર GRT અને રાત્રી સમયે 16 હજાર GRT સુધીના વહાણ માટે દિવસના રૂ. 14,500 આપવામાં આવશે. દિવસે 25 હજાર GRT અને રાત્રે 20 હજાર GRT માટે રૂ. 18 હજાર અપાશે. દિવસ દરમ્યાન ફૂલ ટનેજ અને રાત્રે 25 હજાર GRT સુધીના વહાણ માટે રૂ. 20 હજાર જ્યારે કે રાત્રિ દરમ્યાન ફૂલ ટનેજ માટે પાયલોટને રૂ. 23,400 આપવામાં આવશે.

    આ સ્કીમ અંતર્ગત પાયલોટને રૂ. 15 હજાર સુધીનું ટ્રાવેલ અલાવન્સ આપવામાં આવશે. અને મહિનામાં ઓછામાં ઓછા 15 દિવસ હાજર રહેવું પડશે.

    સ્કીમ 2 અંતર્ગત પાયલોટેજ એક્ટ મુજબ મૂવમેન્ટ મુજબ ચૂકવણી કરવામાં આવશે અને મહિને રૂ. 15 હજાર સુધીનું ટ્રાવેલ અલાવન્સ આપવામાં આવશે. તે ઉપરાંત દિવસના રૂ. 3000 રિટેંશન અલાવન્સ, દિવસના પાયલોટેજના રૂ. 4 હજાર, રાતના રૂ. 6 હજાર અને 600 ફીટ કે તેથી વધારે પર લેંથ અલાવન્સ રૂ. 2 હજાર આપવામાં આવશે.

    આ પણ વાંચો: અમદાવાદ: રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી પનીર ભૂર્જીની સબ્જીમાંથી નીકળ્યો મરેલો ઉંદર અને પછી...

    સ્કીમ 3 અંતર્ગત પાયલોટને મહિને ફિક્સ પગાર આપવામાં આવશે. 16 હજાર GRT સુધીના વહાણ માટે મહિને રૂ. 1.5 લાખ પગાર આપવામાં આવશે. દિવસ દરમ્યાન 20 હજાર GRT અને રાત્રે 16 હજાર GRT માટે રૂ. 1.75 લાખ પગાર આપવામાં આવશે. દિવસ દરમ્યાન ફૂલ ટનેજ અને રાત્રે 20 હજાર GRT માટે રૂ. 2.25 લાખ ત્યારે જ દિવસ અને રાત્રે ફૂલ ટનેજના રૂ. 2.70 લાખ પગાર આપવામાં આવશે.

    આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાથી મોતમાં સહાયના દાવા અને આંકડા વચ્ચે છે જબ્બર તફાવત

    આ ભરતીમાં અરજી કરતા ઉમેદવારોને ભારત સરકારના શિપિંગ મંત્રાલય દ્વારા અપાતી માસ્ટર ઓફ ફોરેન ગોઇંગ શિપનું સર્ટિફિકેટ હોવું જોઈએ તેમજ સર્ટિફિકેટ બાદ એક વર્ષ ફોરેન જતા વહાણમાં માસ્ટર અથવા ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવેલ હોવી જોઈએ. અરજી કરવા ઉમેદવારોને www.deendayalport.gov.in પરથી ફોર્મની પ્રિન્ટ કાઢી recruitment@deendayalport.gov.in પર મોકલવાનું રહેશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ, નોકરી

    આગામી સમાચાર