ભુજ: શનિવારથી દશામાનો તહેવાર શરૂ થવાનો છે. 10 દિવસના આ તહેવાર દરમિયાન લોકો દશામાની મૂર્તિની પોતાના ઘરમાં સ્થાપના કરે છે. મહિલાઓ દશામાના વ્રત રાખે છે. તહેવાર પહેલાં ભુજની બજારોમાં ઠેર ઠેર દશામાની મૂર્તિઓ જોવા મળી રહી છે. ધંધાર્થીઓ રાજકોટ અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોથી મૂર્તિઓ લાવે છે અને અહીં લાવી તેમને શણગારે છે. આ વર્ષે કોરોનાની માઠી અસર ધંધા પર ન પડે અને લોકોમાં ઉત્સાહ રહે તેવી આશા ધંધાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે.