કચ્છ: અછતની સ્થિતિમાં ખાલી પડેલા ડેમોમાં ઘાંસચારોની ખેતી કરાશે

કચ્છ: અછતની સ્થિતિમાં ખાલી પડેલા ડેમોમાં ઘાંસચારોની ખેતી કરાશે
પ્રતિકાત્મક તસવીર

પશ્‍ચિમ કચ્‍છના મધ્‍યમ સિંચાઇ કક્ષાના નરા, ગોધાતડ, સાન્‍ધ્રો અને ગજણસર ડેમમાં લીલાચારાના વાવેતર લાયક ખુલ્‍લી પડેલ જમીનમાં કેટલાંક સ્‍થળોએ લીલાચારાનું વાવેતર કરાયું છે.

 • Share this:
  કચ્‍છની વર્તમાન અછતની પરિસ્‍થિતિમાં પશુધનના ઘાસચારાની મુશ્‍કેલીને હળવી બનાવવા જિલ્‍લા વહીવટીતંત્ર અને ધાર્મિક, સામાજીક સંસ્‍થાઓ, કંપનીઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને, વરસાદ નહીં થવાનાં કારણે ખાલી પડેલા ડેમોમાં ઘાંસચારાની ખેતી કરવામાં આવશે અને નવું ઘાંસ ઉગાડી આગામી સમયમાં આવનારી સ્થિતિને પહોંચી વળવાનો પ્લાન ઘડવામાં આવ્યો છે.

  આ અંગેની વિગતો આપતાં નખત્રાણાના પ્રાંત અધિકારી જી.કે.રાઠોડે જણાવ્‍યું હતું કે, પશ્‍ચિમ કચ્‍છના મધ્‍યમ સિંચાઇ કક્ષાના નરા, ગોધાતડ, સાન્‍ધ્રો અને ગજણસર ડેમમાં લીલાચારાના વાવેતર લાયક ખુલ્‍લી પડેલ જમીનમાં કેટલાંક સ્‍થળોએ લીલાચારાનું વાવેતર કરાયું છે. ઉપરાંત નરા ડેમના બેઝીન એરીયામાં ૧૪૦ એકર જમીનમાં લીલા ઘાસચારાનું વાવેતર કરાયું છે. જયારે હજુ ૬૦૦ એકર ખુલ્‍લી વાવેતર લાયક જમીનમાં સંસ્‍થાગત ધોરણે ઘાસચારા વાવેતરના પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે.  ગોધાતડ ડેમના તળીયામાં પણ પાણીનો ડેડવોટરનો જથ્‍થો સંગ્રહ થયેલ પડયો છે, તેનો ઉપયોગ કરવા સાથે હવે બેઝીન એરીયામાં ૨૫૦ એકર ખુલ્‍લી જમીનનો ઉપયોગ પણ થાય તેમ હોવાની સાથે ગજણસર ડેમમાં પીવા માટે પાણીનો સંગ્રહ થયેલ જથ્‍થો હોવા સાથે બેઝીન એરીયામાં વાવેતર લાયક ૨૫૦ એકર જેટલી વધુ ખુલ્લી જમીન ઉપલબ્‍ધ થાય તેમ હોવાનું જણાવી તેમણે સાનધ્રો ડેમના બેઝીન એરીયામાં ૩૦૦ એકર જમીન લીલા ઘાસચારાના વાવેતર માટે ખુલ્‍લી હોવાની સાથે ૧૦૦ એકર જમીનમાં લીલા ઘાસચારાનું વાવેતર હાથ ધરાઇ ચૂકયું હોવાનું વધુમાં જણાવ્‍યું હતું.

  લખપત મામલતદાર વી.ઓ.પટેલે વધુ વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, સ્‍વામિનારાયણ ગુરૂકુળ સંસ્‍થાએ લીલા ઘાસચારા વાવેતર માટે રસ દાખવતા સંતોએ પણ સિંચાઇ વિભાગને સાથે રાખીને જાત મૂલાકાત લઇ લીલા ઘાસચારાનું વાવેતર કરવા આયોજન હાથ ધર્યું છે.

   
  Published by:News18 Gujarati
  First published:December 04, 2018, 17:28 pm

  ટૉપ ન્યૂઝ