કચ્છઃ ચોરીના આરોપ બાદ દલિત યુવકનો આપઘાત

News18 Gujarati
Updated: August 4, 2018, 12:20 PM IST
કચ્છઃ ચોરીના આરોપ બાદ દલિત યુવકનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
કચ્છના માંડવી તાલુકાના બાયઠ ગામમાં 27 વર્ષના દલિત યુવક ભાવેશ મહેશ્વરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. ભાવેશ એક મોબાઇલની દુકાનમાં ગયો હતો જ્યાં પિતા-પુત્રએ તેની પર મોબાઇલ ચોરીનો આરોપ લગાવીને તેની જાતિ અંગે અપશબ્દો બોલીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.

આ ઘટના ભાવેશ સાથે જાહેરમાં કરવામાં આવી હતી. જેના કારણે તે ઘણો દુખી થયો હતો. ભાવેશના પિતા શીવાજી મહેશ્વરીએ માંડવી તાલુકામાં મોટાલાયજા ગામમાં રહેતા પિતા સુમાર ગઢવી અને પુત્ર દિપક ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પિતા-પુત્ર સામે આત્મહત્યા માટે દુપ્રેરણ અને એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો હતો.

પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બાયઠ ગામે ગઇકાલે ગુરૂવારે ભાવેશ મહેશ્વરીએ તેના ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે પછી તેને માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતાં મૃત જાહેર કરાયો હતો. ગઢવી પિતા પુત્ર સાથે ઝઘડો થયા બાદ મરનારે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તબકકે લખાવાયું હતું. પશ્ચિમ કચ્છ પોલીસના એસ.સી. એસ.ટી. સેલ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક દ્વારા આ કેસની તપાસ હાથ ધરાઇ છે. '

પિતા શિવાજીએ ફરિયાદમાં લખાયું છે કે, પિતા પુત્ર બન્ને આરોપીએ મોબાઇલ ફોનની લેતીદેતી બાબતે ભાવેશ સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો અને જાતિય રીતે અપમાનિત કર્યો હતો. આના કારણે લાગી આવતાં ભાવેશે આત્મહત્યા કરી લીધી હતી. પશ્ચિમ કચ્છ પોલીસના એસ.સી. એસ.ટી. સેલ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક દ્વારા આ કેસની તપાસ કરી રહ્યાં છે.
First published: August 4, 2018, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading