Home /News /kutchh-saurastra /

કચ્છ: ઓનલાઇન ક્લાસમાં ઘૂસી ગેરવર્તન કરનાર વિદ્યાર્થીને પોલીસે આપ્યો ઓફ્લાઈન ઠપકો

કચ્છ: ઓનલાઇન ક્લાસમાં ઘૂસી ગેરવર્તન કરનાર વિદ્યાર્થીને પોલીસે આપ્યો ઓફ્લાઈન ઠપકો

Please use a cyber crime representational image

તાલુકાની એક શાળાની ઓનલાઇન ક્લાસમાં લાંબા સમયથી અજાણ્યા શખ્સ દ્વારા ઘૂસીને બીભત્સ શબ્દો લખતા શાળાના એક પૂર્વ વિદ્યાર્થીને પોલીસે ફટકો આપ્યો હતો.

  ભુજ: તાલુકાની એક શાળાની ઓનલાઇન ક્લાસમાં લાંબા સમયથી અજાણ્યા શખ્સ દ્વારા ઘૂસીને બીભત્સ શબ્દો લખતા શાળાના એક પૂર્વ વિદ્યાર્થીને પોલીસે ફટકો આપ્યો હતો. ધોરણ 10ના બાળકના ભવિષ્યની ચિંતા કરી શાળાએ પોલીસ સમક્ષ ગુનો નોંધવાના બદલે કિશોરને માફ કર્યા હતા.

  મળતી માહિતી મુજબ ભુજ તાલુકાની એક પ્રખ્યાત શાળામાં એક અજાણ્યો શખ્સ છેલ્લા થોડા સમયથી શાળાના ઓનલાઇન ક્લાસમાં ખોટા નામ સાથે ઘૂસી, બિભત્સ વર્તન અને અપશબ્દોનો પ્રયોગ કરી વર્ગના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને પરેશાન કરી રહ્યો હતો. આ અજાણ્યા શકશે એક વખત શાળાના આચાર્યના નામે પણ ઓનલાઈન ક્લાસ માં ઘુસી ગેરવર્તન કર્યું હતું. જૂન મહિનાથી ચાલી રહેલી આ ઘટનાને ગંભીર રીતે લેતા શાળાના આચાર્યએ સરહદી રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ કરી હતી.

  પોલીસે ગૂગલ મીટ નામના એપ્લિકેશન પર થતાં ઓનલાઈન ક્લાસની લિંક મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. સરહદી રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગૂગલના લીગલ ડિપાર્ટમેન્ટને સંપર્ક કરવામાં આવ્યું હતું. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગૂગલ તરફથી પોલીસ દ્વારા માંગવામાં આવેલી માહિતી વિગતવાર મળી હતી.

  આ પણ વાંચો: ગોધરામાં isiનું જાસૂસી નેટવર્ક ઉભુ થયુ? જાસુસી ચહેરા અનસ ગીતેલીના સંપર્કમાં રહેલાં 30 શકમંદોની પૂછપરછ

  ગૂગલ પાસેથી મળેલી માહિતીમાંથી સાયબર પોલીસે ઓનલાઈન ક્લાસમાં ભાગ લેતા દરેક વ્યક્તિની માહિતી ચકાસી હતી. વિગતોનું વિશ્લેષણ કરી મેડલ મોબાઇલ નંબરો અને ઇમેઇલ એડ્રેસના ડેટા પરથી શાળામાં રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓના ઇમેઇલ અને મોબાઇલ નંબરના ડેટાની વિગતો સરખાવવામાં આવી હતી. લાંબી મહેનત બાદ પોલીસને જાણ થઈ હતી કે આ કૃત્ય કરનાર શખ્સ તે જ શાળાનો એક પૂર્વ વિદ્યાર્થી હતો.

  શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલા એક વોટસએપ ગ્રુપમાં તે પૂર્વ વિદ્યાર્થી પણ હાજર હોતાં અને તે જ ગ્રુપ પર ઓનલાઈન ક્લાસની લિંક પણ વિદ્યાર્થીઓ દ્વારા મુકાતી હોતા તે પૂર્વ વિદ્યાર્થીને શાળાના ઓનલાઇન કલાસની લિંક નિયમિતપણે મળતી હતી. ગુનો આચરનારની તપાસ થતાં સાયબર પોલીસ દ્વારા શાળાના આચાર્યને જાણ કરવામાં આવી હતી અને આગળની પ્રક્રિયા માટે ગુનો દાખલ કરવા માટે અભપ્રય માગ્યું હતું. જોકે તે વિદ્યાર્થી હાલ ધોરણ 10માં ભણતો હોતાં તેની શૈક્ષણિક કારકિર્દી અને ભવિષ્યને ધ્યાનમાં લઇ આચાર્યએ વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો દાખલ કરવાનું ટાળ્યું હતું અને તેને સમજાવી સમગ્ર મામલાનો અંત આણ્યો હતો.

  આ પણ વાંચો: રાજીનામાની અટકળો વચ્ચે અસિત વોરાએ કહ્યું, CM સાથે કરી 'શુભેચ્છા મુલાકાત'

  આ ઘટના મુદ્દે વાત કરતા સરહદી રેન્જના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "જ્યારે પણ ઓનલાઇન કલાસીસ લેવાના થાય ત્યારે હંમેશા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓના અલગ અલગ બેચ રાખવા અને તમામના ઇમેઇલ એડ્રેસનો અને મોબાઇલ નંબરનો ડેટા શાળાએ પણ નિભાવવો અને જે ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય તેના સિક્યુરીટી ફીચર્સ નો અભ્યાસ કરી લેવો જરૂરી છે."

  ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે લાગેલા લોકડાઉનથી શાળા-કોલેજના અભ્યાસો હવે મોટે ભાગે ઓનલાઇન માધ્યમ પર થઈ રહ્યા છે. ઇન્ટરનેટની સુવિધા ભલે મોટાભાગના લોકો પાસે હોવા છતાં તેના વિશેની યોગ્ય જાણકારી લોકો પાસે નથી. ઇન્ટરનેટ યુગમાં અભ્યાસ કરી રહેલા બાળકોને સાયબર સિક્યોરિટીનું પણ યોગ્ય જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: CYBER CRIME, Kutch, Online classes, કચ્છ

  આગામી સમાચાર