PASSને ભાજપની ચિંમકી!, ઇટનો જવાબ પત્થરથી મળશે

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 7:57 PM IST
PASSને ભાજપની ચિંમકી!, ઇટનો જવાબ પત્થરથી મળશે
અમદાવાદઃગુજરાત ભાજપના નવનિયુક્ત યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે પાટીદાર અનામત આદોલન સમિતિ પર નિશાન તાક્યુ છે. અને ઇટનો જવાબ ભાજપ પથ્થરથી આપશે તેવી ચિંમકી ઉચ્ચારી છે. આખરે શા માટે આવી ચિંમકી આપવી પડી તે જાણવા જેવું છે. નોધનીય છે કે, એક તરફ હાર્દીક પટેલની ગુજરાતમા એન્ટ્રી સાથે પસ ફરીથી મેદાનના આવી ગયુ છે. ત્યારે બીજી તરફ ભાજપ માટે મુશ્કેલી વધી રહી છે અને નજીકના સમયમાં જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે.

ઋતવિજ પટેલની ભાજપ યુવા પ્રમુખ તરીકે નિમણૂક સાથે જ પાસ સામેની રણનિતિ ભાજપે  ઘડી કાઢી હતી.  જો કે પ્રમુખ તરીકેની નિમણૂક બાદ રાજ્યભરમા ઋતવિજે સભા તથા રેલી મારફરતે યુવાઓ સુધી પહોચવાનો કાર્યક્રમ ઘડ્યો ત્યારે સુરતમા કડવો અનુભવ થયો છે. પાસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા ઋતવિજની રેલીમા કાંકરી ચાળો કર્યો હતો. વાત ઇંડા ફેકવા સુધી લંબાઇ.સમગ્ર ઘટનાથી રાતા પીળા થયેલા ઋત્વીજ પટેલે રીતસરની ભાજપને ચીમકી આપી છે..

જો કે ઋતવિજની ચીમકી સામે હાર્દીકે પણ લડી લેવાની વાત ઉચ્ચારી છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પર આક્ષેપ બાજી સાથેના નિવેદનથી વાતાવરણ ગરમાયુ છે.

જો કેભાજપને ટાર્ગેટ રાખીને થતા આંદોલનો પાસ માટે સારા સમાચાર લાવશે કે પછી ભાજપ હાર્દીક એન઼્ડ કંપનીને ટાર્ગેટ બનાવી પાટીદારોને પોતાની સાથે રાખવામા સફળ થશે એ તો આવનાર સમય જ કહેશે.
First published: February 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर