મેહુલ સોલંકી, કચ્છઃ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોટારા પોલીસ મથકની હદમાં વરાડિયા ગામની સીમમાં વાડી પર પશુ લેવા માટે ગયેલી 17 વર્ષીય યુવતી અને 35 વર્ષના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બની હતી. યુવતી અને યુવાન વચ્ચે પ્રેમ સંબંધ હોવાની જાણ તેના ફઇનો દીકરો ભાઇ તથા ધર્મનો ભાઇ અને ભાવી પતિ તથા અન્ય એક શખસને થતાં સમગ્ર કાવતું ઘડવામાં આવ્યું હતું. પૂર્વ આયોજીત ઘડાયેલા કાવતરામાં યુવતીના સગા ફઇના દીકરાએ બનાવનો પ્લાન ઘડી અને ઠંડે કલેજે હત્યા કરી હોવાનું બહાર આવતાં કોઠારા પોલીસે સ્થાનિક ખબરી તથા ફોન લોકેશનના આધારે બેવડી હત્યાનો ભેદ પાંચમાં દિવસે ઉકેલી નાખી અને અબડાસાના ચાર શખસોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે વરાડિયા ગામની સીમમાં રૂકશાના ઇબ્રાહીમ મંધરા તથા ઇશાક આમદ મંધરાની કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી. કોઠારા પોલીસે હત્યાના બનાવ અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં બનાવના પાંચમાં દિવસે મૃતક યુવતીનો ફઇનો દીકરો સુલેમાન હસણ મંધરા તથા લતીફ ઉર્ફે અધાયો, સલીમ મુસા મેમણ તથા સલીમ ઉમર મંધરાની પૂછપરછ કરતાં હત્યાના બનાવને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
કોઠારા પોલીસ મથકના પીએસઆઇ વિક્રમ ઉલવા તથા એલસીબીના પીએસઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે કામગીરી કરી હતી. આરોપીની ધરપકડની કરી સોમવારે રિમાન્ડની માંગ સાથે રજૂ કરાશે.
ઉલ્લેખનીય છે કે મૃતકો વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. પોલીસે આપેલી માહિતી પ્રમાણે મૃતક ઇશાક અને રૂકશાના વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. જે કારણ હત્યા સુધી પહોંચ્યું હતું. નાનપણથી રૂકશાના તેની ફઇ સારૂબેન સાથે રહેતી હતી. સારૂબેનના પતિ મૃત પામ્યા છે. આરોપી સલીમ અને તેની માતા તથા રૂકશાના સાથે રહેતા હતા. આ દરમિયાન સલીમને સમગ્ર વાત ધ્યાને આવતાં તેણે હત્યાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચોઃ-'તારે અમારી છોકરી સાથે પ્રેમ સંબંધ રાખવો નહીં નહીંતર તારું ખૂન કરી નાખીશું'
હત્યાના બનાવ અંગે સલીમે આખો પ્લાન બનાવીને કેમ અંજામ આપવો તે અંગે પ્લાનને અમલમાં મુક્યો હતો. લતીફછા, સલીમ મુસા અને સલીમ ઉમર ત્રણે બનાવને અંજામ આપ્યોહ તો. જ્યારે સલીમ ભુજ આવી ગયો હતો. જેથી શંકાન જાય . પરંતુ પોલીસે ચારે આરોપીના કોલ અને સ્થાનિક ખબરીની મદદથી ભેદ ઉકેલી નાખ્યો હતો.
આ પણ વાંચોઃ-સુરતમાં સ્નાન કરતી પરિણીતાના ચોરીછૂપીથી યુવકે પાડ્યા ફોટા અને પછી...
મૃતક ઇશાક અને રૂકશાના બંને વાડીએ મળતા હતા. જે અંગે પહેલેથી ત્રણે આરોપીઓ ઘાત લગાવીને છૂપાયા હતા. રૂકશાના જેવી ઓરડીમાં આવી કે તરફ આરોપીઓ તેને છરીથી વેતરી નાખી હતી. ત્યારબાદ થોડીવારમાં ઇશાક આવ્યો હત્યારે તેને પણ મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.