ભુજ : કચ્છમાં કોરોના વાયરસની મહામારી દરમિયાન એક વિચલિત કરતી ઘટના સામે આવી. ગઈકાલે ભુજની જી.કે. જનરલ હૉસ્પિટલમાંથી કોરોના વાયરસનો પોઝિટિવ એક દર્દી ભાગ્યો હતો. આ દર્દીએ હૉસ્પિટલમાંથી ભાગી હૉસ્પિટલના ગેટની બહારથી ભુજ-વડનગર બસ પકડી હતી. દર્દી ભાગ્યો હોવાની જાણ થતા તેની તપાસ કરવામાં આવી હતી અને CCTVના આધારે તપાસ કરતા આ બેજવાદાર માણસ એસટીમાં બેસતો જોવા મળ્યો હતો.
દરમિયાન પોલીસ વિભાગને જાણ કરતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આખરે લાંબી તપાસના અંતે આ દર્દી અંજાર રેલવે સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો. દર્દી મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેને દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ પરંતુ પોલીસ વિભાગે આ બસમાં મુસાફરી કરનારા તમામ લોકોને ક્વૉરન્ટીન થઈ જવા માટે અપીલ કરી હતી.
આ પણ વાંચો : સુરત : 'સાહેબ, ફરી એક વાર ચેક કરો, મમ્મી એક્સપાયર થયાને આજે 11 દિવસ થયા', Corona કંટ્રોલરૂમની બેદરકારી

આ બસમાં મુસાફરી કરનારા દર્દીઓને ક્વૉરન્ટીન થવા અપીલ કરવામાં આવી છે.
દર્દી સામે પણ ગુનો નોંધાયો
દરમિયાન આ ઘટનાના પગલે દર્દીના કારણે બસમાં મુસાફરી કરનારા અનેક લોકોને જોખમ સર્જાયું છે. આ ઉપરાંત બસમાંથી ઉતરીને અંજાર રેલેવ સ્ટેશન સુધી પહોંચતા દરમિયાન કેટલા લોકોના સંપર્કમાં આવ્યા વગેરે જેવી બાબતોના કારણે આ દર્દી પર પણ પોલીસ ફરિયાદ થશે. એપીડમિક ડિસિઝ એક્ટ અંતર્ગત દર્દીને પણ કાયદાની જોગવાઇઓનો સામનો કરવો પડશે.
રાજકોટમાંથી આરોપી ભાગ્યા હતા
દરમિયાન થોડા દિવસો પહેલાં રાજકોટમાં હૉસ્પિટલમાંથી ચોરીના આરોપીઓ નાસી ગયા હતા. રાજકોટ પોલીસે ઝડપેલા બે આરોપીઓ કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓ નજર ચુકવીને હૉસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : રાજકોટ : વાયરસ બની રહ્યો છે કાળ, એક જ રાતમાં Coronaના 10 દર્દીનાં ટપોટપ મોત નીપજ્યા